Samsung Mobile Phones

Samsung Mobile Phones

દક્ષિણ કોરિયાની મલ્ટીનેશનલ કંપની સેમસંગ વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંથી એક છે. સેમસંગે વર્ષ 1969માં Samsung Electronics Industry Co. Ltdના નામથી પોતાની શરૂઆત કરી હતી. હાલમાં કંપની ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ પર જ પોતાનું ફોકસ વધારે રાખે છે. દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગ હાલમાં વિશ્વમાં સૌથી વધારે ફોન વેચનારી કંપની છે. 1988માં સેમસંગે પોતાનો પ્રથમ ફોન રજૂ કર્યો હતો. સેમસંગે ફોનની દુનિયામાં 1996 બાદથી જ ઝડપ પકડી, સ્માર્ટફોનની દુનિયામાં સેમસંગે એન્ડ્રોઈડ ઓપરેટિંગને ખાસ સ્થાન અપાવ્યું છે. સેમસંગ વિશ્વની સૌથી વધારે ફોન લોન્ચ કરનારી કંપની છે. કંપની અત્યાર સુધીમાં અંદાજે એક હજાર ફીચર અને સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે.