Sony Mobile Phones

Sony Mobile Phones

સોની દુનિયાની લીડિંગ ઈલેક્ટ્રોનિક્સ કંપનીમાંથી એક છે. સોની જાપાન બેસ્ડ મલ્ટીનેશનલ કંપની છે અને તેની શરૂઆત વર્ષ 1946માં થઈ હતી. દુનિયાભરમાં ઈન્ટરનેટના બિઝનેસમાં સોની નંબર વન છે. સોની ગેમિંગના સેગમેન્ટમાં પણ દુનિયામાં બીજી સૌથી મોટી કંપની છે. આ સિવાય અન્ય ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટના મામલે પણ સોની દુનિયાભરમાં ખૂબ જ જાણીતી કંપની છે. 2018માં ફોર્ચ્યૂન ગ્લોબલ 500ની યાદીમાં સોનીને 99મું સ્થાન મળ્યું હતું. સોનીએ વર્ષ 2001માં Ericsson ની સાથે મળી સોની મોબાઈલ કોમ્યૂનિકેશનની શરૂઆત કરી હતી. વર્। 2012માં સોનીએ Ericsson ના શેર ખરીદી લીધા હતા. ત્યારબાદથી સોનીનું નામ સોમી ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન થઈ ગયું. વર્ષ 2008 માં સોમીનું ગ્લોબલ માર્કેટમાં શેર 9 ટકાની નજીક હતો. પરંતુ વર્ષ 2017 આવતા સોનીનું ગ્લોબલ માર્કેટમાં શેર એક ટકા કરતા પણ ઓછો રહી ગયો. જાપાની કંપની સોની એક સમય પર પોતાના મોબાઈલ ફેન્સને લઈ ભારતમાં ખૂબ જ પોપ્યૂલર રહી છે. સોની 2010 સુધી નોકિયા બાદ ભારતમાં બીજી સૌથી સફળ મોબાઈલ કંપની હતી. એન્ડ્રોઈડ ફોનની શરૂઆતમાં પણ સોનીની Xperia સીરીઝ ખૂબ જ જાણીતી રહી છે. પરંતુ હાલ સોનીની ભારતીય માર્કેટમાં હાજરી ન બરાબર છે.