Vodafone Mobile Phones

Vodafone Mobile Phones

વૉડાફોનની ગણતરી દુનિયામાં સૌથી મોટી ટેલિકૉમ ઓપરેટર કંપનીમાં થાય છે. વૉડાફોન બ્રિટનની મલ્ટીનેશનલ કંપની છે. દુનિયાના 25 દેશોના ટેલિકૉમ માર્કેટમાં વૉડાફોને પોતાની જગ્યા બનાવી લીધી છે. આ 25 દેશોમાં વૉડાફોનને પોતાનો બિઝનેસ પણ છે, અને લૉકલ કંપનીઓ સાથે પાર્ટનરશીપ પણ રાખી છે. વૉડાફોને ભારતમાં પોતાના મોબાઇલ નેટવર્કની સાથે મોબાઇલ ફોન માર્કેટમાં પણ પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી છે. કંપનીએ અત્યાર સુધી 50 થી વધુ ફિચર અને સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. જોકે મોબાઇલ માર્કેટમાં કંપનીનો હજુ સુધી સફળતા નથી મળી શકી. વૉડાફોને વર્ષ 2018ના અંતમાં ભારતીય ટેલિકૉમ કંપની આઇડિયાની સાથે પાર્ટનરશીપ પણ કરી છે. આઇડિયા સાથે પાર્ટનરશીપ કર્યા બાદ વૉડાફોન યૂઝર્સના મામલે ભારતની નંબર વન ટેલિકૉમ કંપની બની ગઇ હતી, પરંતુ જિયોએ વૉડાફોનને પછાડી દીધી. હાલ વૉડાફોન, જિઓ અને એરટેલ બાદ ઇન્ડિયાની ત્રીજી સૌથી મોટી ટેલિકૉમ કંપની છે.