
Xiaomi Mobile Phones
ચાઇનીઝ કંપની શ્યાઓમીની શરૂઆત વર્ષ 2010માં થઇ હતી, માત્ર 10 વર્ષમાં જ શ્યાઓમી દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન મેકર્સમાંની એક બની ચૂકી છે. શ્યાઓમી હાલના વર્ષોમાં દુનિયાની ટૉપ 5 સ્માર્ટફોન કંપનીઓમાં સામેલ છે. શ્યાઓમીની સફળતાનુ એક મોટુ કારણ 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન લૉન્ચ કરવાનુ છે.
શ્યાઓમીએ ઓગસ્ટ 2011માં પોતાનો પહેલો સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. શ્યાઓમીએ ત્રણ વર્ષની અંદર જ ચીનમાં મોટી સફળતા હાંસલ કરી લીધી. 2014માં શ્યાઓમી ચીનની સૌથી મોટી સ્માર્ટફોન મેકર બની ગઇ. વર્ષ 2019માં શ્યાઓમીએ દાવો કર્યો કે દુનિયાભરમાં 100 મિલિયન સ્માર્ટ ડિવાઇસ એમઆઇયુઆઇ પર કામ કરી રહી છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી શ્યાઓમી નંબર વન સ્માર્ટફોન કંપની બનેલી છે. કંપનીએ 2014માં પોતાના Mi3 સ્માર્ટફોન દ્વારા ભારતીય બજારમાં પગ મુક્યો હતો, આ પછી કંપનીને 2016ની શરૂઆતમાં જ રેડમી સીરીઝ દ્વારા મોટી સફળતા મળી. હાલ શ્યાઓમી મીડ રેન્જ સેગમેન્ટમાં સૌથી પૉપ્યૂલર સ્માર્ટફોન બ્રાન્ડ છે.
TV
Appliances
Accessories
































