Budget 2024: ‘યુવા, ગરીબ, મહિલા અને કિસાન... વિકસિત ભારતના 4 સ્તંભ, તમામને મળશે મજબૂતી’, પીએમ મોદીએ બજેટની કરી પ્રશંસા
Union Budget: પીએમ મોદીએ કહ્યું કે, વંદે ભારત સ્ટાન્ડર્ડની 40 હજાર બોગીઓનું નિર્માણ કરી તેમને સામાન્ય ટ્રેનોમાં લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી કરોડો યાત્રીઓને આરામદાયક યાત્રાનો અનુભવ મળશે.
Interim Budget 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર (1 ફેબ્રુઆરી)એ વચગાળાના બજેટની પ્રશંસા કરતા ગરીબો અને મિડલ ક્લાસ માટે રોજગારી પેદા કરનારું બજેટ ગણાવ્યું. તેમણે કહ્યું, આ બજેટ દ્વારા આશા અને આંગણવાડી વર્કર્સને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે 47.66 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે, વંદે ભારત સ્ટાન્ડર્ડની 40 હજાર બોગીઓનું નિર્માણ કરી તેમને સામાન્ય ટ્રેનોમાં લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી કરોડો યાત્રીઓને આરામદાયક યાત્રાનો અનુભવ મળશે. પીએમ મોદીએ કહ્યું, 'આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગના સશક્તિકરણ અને તેમના માટે રોજગારની નવી તકો ઊભી કરવા પર ભાર મૂકે છે. અમે ગરીબો માટે 2 કરોડ વધુ ઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, 'અમારું લક્ષ્ય હવે 3 કરોડ 'લખપતિ દીદી' બનાવવાનું છે. આશા અને આંગણવાડી કાર્યકરોને પણ હવે આયુષ્માન યોજનાનો લાભ મળશે.
'બજેટ જે વિકસિત ભારતનો પાયો મજબૂત કરશે'
બજેટ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો બજેટ સમાવેશી અને નવીન છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે. આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવશે - યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. હું નાણામંત્રી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
નવી ટેક્સ સ્કીમથી એક કરોડ લોકોને ફાયદો થશે
વચગાળાના બજેટમાં આવકવેરામાં નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પીએમએ જણાવ્યું કે આનાથી મોટી વસ્તીને કેવી રીતે રાહત મળશે. પીએમ મોદીએ કહ્યું કે આજે જાહેર કરાયેલ નવી આવકવેરા યોજના મધ્યમ વર્ગના એક કરોડ લોકોને મોટી રાહત આપશે. અગાઉની સરકારોએ દાયકાઓ સુધી સામાન્ય માણસના માથા પર આ વિશાળ તલવાર લટકાવી રાખી હતી. તેમણે કહ્યું કે આ બજેટમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.
બજેટ યુવાનોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. આજના બજેટમાં દેશમાં સંશોધન અને ઈનોવેશનને મજબૂત કરવા માટે ફંડ બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
The #ViksitBharatBudget benefits every section of the society and lays the foundation for a developed India. https://t.co/RgGTulmTac
— Narendra Modi (@narendramodi) February 1, 2024