શોધખોળ કરો
Advertisement
બજેટ 2020માં ખેડૂતો પર મહેરબાન મોદી સરકાર, અન્નદાતાથી ઉર્જાદાતા બનાવવા માટે લોન્ચ કરી કુસુમ સ્કીમ
ખેડૂતો માટે મોદી સરકાર પંચાયત સ્તર પર નવા વેર હાઉસ બનાવશે. સાથે જ ખેડૂતો માટે ખેડૂત રેલ ચલાવવામાં આવશે.
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દાયકાનું પ્રથમ અને મોદી સરકાર 2.0નું બીજું બજેટ રજૂ કરતાં દેશના અન્નદાતા એટલે કે ખેડૂતો માટે કુસુમ યોજનાની જાહેરાત કરી છે. ખેડૂતોની આવક 2022 સુધીમાં ડબલ કરવાની પોતાની સરકારની પ્રતિબદ્ધતા પણ બજેટમાં દર્શાવી છે. સીતારમણે કહ્યું કે, ખેત બજારોને વધારે ઉદાર બનાવા, ખેતીને પ્રતિસ્પર્ધી બનાવવા, ખેત આધારિત ગતિવિધિઓને મદદ ઉપલદ્ધ કરાવવાની જરૂરત છે.
નાણામંત્રીએ કહ્યું કે, સરકારે ખેડૂતોની ભલાઈ માટે 16 સૂત્રીય યોજના બનાવી છે. આ વખતે બજેટમાં ખેડૂતો માટે કુસુમ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 20 લાખ ખેડૂતોના ખેતરમાં સોલર પંપ લગાવવામાં આવશે. આ સોલર પંપ ખેડૂતોની પડતર જમીન પર લગાવવામાં આવશે. ખેતીની સાથે સોલર એનર્જીને પણ પ્રોત્સાહન આપશે મોદી સરકાર. આ યોજનાના માધ્યમથી ખેડૂતોને અન્નદાતાથી ઉર્જાદાતા બનાવવાનો સરકારનો ટાર્ગેટ છે.
કૃષિ ભૂમિ પટ્ટા આદર્શ અધિનિયમ-2016, કૃષિ ઉપજ અને પશુધન મંડી આદર્શ અધિનિયમ-2017, કૃષિ ઉપજ ને પશુધન અનુબંધ ખેતી, સેવા અને સંવર્ધન અને સુગમીકરણ આદર્શન અધિનિયમ-2018 લાગુ કરનાર રાજ્યોને પ્રોત્સાહન કરવામાં આવશે.
ઉપરાંત ખેડૂતો માટે મોદી સરકાર પંચાયત સ્તર પર નવા વેર હાઉસ બનાવશે. સાથે જ ખેડૂતો માટે ખેડૂત રેલ ચલાવવામાં આવશે. દૂધ, માંસ અને માછલીની સપ્લાઈ ખેડૂત રેલ દ્વારા કરવામાં આવશે. સરકારે બજેટમાં દૂધ ઉત્પાદન 2025 સુધી બે ગણું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. માછલી પાલન માટે સાગર મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે. 2020-21માં સરકારે 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન વહેચવાનો ટાર્ગેટ રાખ્યો છે.
2022 સુધી 200 લાખ ટન માછલી ઉત્પાદનનો ટાર્ગેટ રાખ્યો છે. સરકારે દાળોની ખેદી અને લઘુ સિંચાઈ પર વિશેષ ધ્યાન આપવાની વાત કહી છે. પાણીની ઘટવાળા 100 જિલ્લા માટે વિશેષ યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેતીમાં યોગ્ય પાણી અને યોગ્ય ખાતર પર ભાર મુકવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ વધારે થાય તેના પર ભાર મુકવામાં આવ્યો.
પીએમ કિસાન યોજનાથી ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ ખેડૂત બીમા યોજનાથી 6.1 કરોડ ખેડૂતોને ફાયદો થયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion