શોધખોળ કરો
Air Indiaની ઓછા અંતરની ઘરેલુ ફ્લાઈટમાં નહીં મળે નોનવેજ, કંપનીએ આપ્યું આ કારણ
1/4

કરકસરના ભાગરૂપે લેવાના બીજા સૂચન પ્રમાણે પ્રવાસીઓને ફ્લાઈટમાં આપવામાં આવતા મેગેઝિન્સની સંખ્યા ઘટાડી દેવી જોઈએ. જો આમ થશે તો વિમાનનું વજન હળવું થશે અને ઈંધણ પાછળનો ખર્ચો પણ ઘટી જશે. એક કર્મચારીનું કહેવું છે કે આપણે દરેક ફ્લાઈટમાં મેગેઝિનની 25 જેટલી કોપીઓ જ રાખવી જોઈએ. વિદેશમાં પણ ઘણી એરલાઈન્સ્સ કરકસર માટેના અનેક પગલાં લેવા માંડી છે. મોટાં ભાગની એરલાઈન્સ્સને ફ્યુઅલનો ખર્ચો પરવડતો નથી.
2/4

એર ઇન્ડિયામાં કરકસર કરવા માટે જે સૂચન છે એમાંથી એક છે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી સલાડ (કચુંબર)ની બાદબાકી. કેબિન ક્રૂ ઈન ચાર્જે એવું સૂચન કર્યું છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં સલાડનો બહુ વેડફાટ થતો હોય છે. કર્મચારીનું કહેવું છે કે એની ફ્લાઈટમાં માત્ર 20 ટકા પ્રવાસીઓ જ સલાડ ખાતા હોય છે એટલે સલાડ પીરસવાનું બંધ જ કરવું જોઈએ.
Published at : 11 Jul 2017 08:33 AM (IST)
Tags :
Air IndiaView More























