શોધખોળ કરો
અમૂલ વેચશે ઊંટડીનું દૂધ, 500 મિલીનો ભાવ જાણીને ચોંકી જશો
1/3

અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે” ઊંટ ઉછેરતાં ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે અમે આવુ દૂધ રજૂ કરનાર પ્રથમ ડેરી બન્યા છીએ. અમે ડાયાબિટીક મેનેજમેન્ટના સાધન તરીકે આ રજૂ કરી રહ્યા છીએ, તે અમારા માટે ગૌરવદાયી ક્ષણ છે. પચવામાં આસાન અને આરોગ્યના વિવિધ લાભ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્ર ખૂલ્યું છે.”
2/3

કચ્છમાંથી પ્રાપ્ત કરાયેલું આ દૂધ 500 મિ.લિ.ની પેક બોટલમાં 50 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ થશે. ને ત્રણ દિવસની સેલ્ફ લાઈફ માટે ઠંડુ કરવાની જરૂર રહે છે. તેને ત્રણ દિવસની સેલ્ફ લાઈફ માટે ઠંડુ કરવાની જરૂર રહે છે. અમૂલે અગાઉ કેમલ મિલ્ક ચોકલેટ બજારમાં રજૂ કરી હતી, તેને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભૂજની સ્વૈચ્છિક સંસ્થા સહજીવન અને કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સરહદ ડેરી, કચ્છ મારફતે ઊંટ ઉછેરતાં લોકોને સંગઠીત કરાયા છે. આ પહેલને પરિણામે સારા બજાર ભાવ અને ગ્રાહકોને આરોગ્યપ્રદ રીતે પ્રોસેસ કરેલા સુપિરિયર ક્વોલિટીનું કેમલ મિલ્કનો લાભ મળશે.
Published at : 23 Jan 2019 07:54 AM (IST)
View More




















