નવી દિલ્લી: એપ્રિલે મહિનાના અંતમાં બેન્ક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. તેની સીધી અસર એટીએમ સેવાઓથી લઈને બેન્કિંગ સર્વિસ પર પડી શકે છે. બેન્ક 28 એપ્રિલથી 30 એપ્રિલ સતત ત્રણ દિવસ બંધ રહેશે. તેવામાં લોકોને ફરી એકવાર રોકડની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલ મહિનાના અંતમાં ત્રણ દિવસ બેન્ક બંધ રહેશે. 28 એપ્રિલે મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કમાં રજા રહેશે. 29 એપ્રિલે રવિવાર હોવાથી બેન્ક બંધ રહેશે. આજ રીતે 30 એપ્રિલે સરકાર તરફથી બુદ્ધ પૂર્ણિમાની રજાને કારણે બેન્ક બંધ રહેશે. બુદ્ધ પૂર્ણિમાની આ રજા ટ્રેઝરીઝ માટે પણ હોય છે.
2/3
બેન્ક ત્રણ દિવસ બંધ રહેવાથી રોકડની સમસ્યા વધી શકે છે. છેલ્લા ઘણા દિવસથી દેશભરના ઘણા ભાગોમાં એટીએમથી લઈને બેન્કની બ્રાન્ચોમાં રોકડની અછતને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
3/3
છેલ્લા ઘણા દિવસોથી આશરે ઘણા બધા રાજ્યોમાં કેશની અછતના કારણે સમસ્યાઓ સર્જાઈ છે. ગ્રાહકો એટીએમમાં પૈસા ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે.