BSNLએ વિતેલા વર્ષે પણ ઈદના અવસર પર 786 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો પરંતુ આ વખતે કંપની વધારે ફાયદો લઈને આવી છે. વિતેલા વર્ષે પ્લાનમાં કંપનીએ 90 દિવસ માટે 3 જીબી ડેટા આપી રહી હતી. તેમાં ગ્રાહકને ફ્રી એસએમએસ મળતા ન હતા.
2/4
જણાવીએ કે, આ રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને પ્રતિ દિવસ 2 જીબી હાઈ સ્પીડ ડેટાની સાથે 100 એસએમએસ પ્રતિ દિવસ મળશે. આ પેકની વેલિડિટી 150 દિવસની રહેશે. આ પ્લાન લેવા માટે ગ્રાહકોએ 16 જૂનથી 26 જૂનની વચ્ચે રિચાર્જ કરાવવું પડશે.
3/4
નવી દિલ્હીઃ ટેલિકોમ સેક્ટરની સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનલે)એ ઈદના અવસર પર 786 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળશે. STV786 નામના આ પ્લાનમાં ગ્રાહક 300 GB 2G/3G ડેટાની સાથે 15,000 SMSનો લાભ લઈ શકશો.
4/4
આ પહેલા બીએસએનએલે ફિફા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને 149 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં ગ્રાહકને વર્લ્ડ કપ મેચ દરમિયાન (14 જૂનથી 15 જુલાઈ) રોજ 4 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.