નવી દિલ્હી: આઈટી રિટર્ન ભરનારાઓ માટે સારા સમાચાર છે. આયકર વિભાગ ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખને 31 ઓગસ્ટ સુધી વધારી છે. આ પહેલા ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે છેલ્લી તારીખ 31 જૂલાઈ રાખવામાં આવી હતી. જે લોકોએ હજુ સુધી ઈનકમ ટેક્સ નથી ભર્યો તેમના માટે સારા સમચાર છે.
2/3
આ વર્ષ સમયસર રિટર્ન ફાઈલ નહી કરનારાઓને પેનલ્ટી પણ લગાડવામાં આવશે. જો તમે સમયસર રિટર્ન નહી ભરો તો તેમને 5 હજારથી લઈને 10 હજાર સુધી પેનલ્ટી ભરવી પડશે.
3/3
દર વર્ષ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ હોય છે જેને વધારવામાં આવે છે અને આ વખતે પણ આયકર વિભાગે રિટર્ન ભરવા માટે કરદાતાઓને સમય આપ્યો છે. આ વખતે એક મહિનાનો સમય વધારે આપવામાં આવ્યો છે.