શોધખોળ કરો
Maruti Suzukiએ વેગનઆરની લિમિટેડ એડિશન 'ફેલિસિટી' કરી લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ
1/4

લિમિટેડ એડિશન Maruti Suzuki વેગનઆરની પોઝિશનિંગ હાલની વેગનારથી અલગ કરવામાં આવી છે. લિમિટેડ એડિશનને સ્ટાન્ડર્ડ વેગનઆરના LXI અને VXI વેરિઅન્ટ પર તૈયાર કરવામાં આવી છે. તેની કિંમત 4.47 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે 5.37 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે.
2/4

સ્ટાન્ડર્ડ વેગનઆરની તુલનામાં આ કારમાં થોડાઘણાં ફેરફાર કરવામાં આવ્યા ચે. નવી કારમાં બોડી ગ્રાફિક્સ અને રિયલ સ્પોઈલર જેવા નવા ફીચર તમને મળશે. કેબિનમાં પણ ઘણાં નવા ફીચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. બ્લૂટૂથ અનેબલ મ્યૂઝિક સિસ્ટમ, પીયૂ સીટ, સ્ટીયરિંગ કવર મળશે. સાથે જ રિવર્સ પાર્કિંગ સેન્સરની સાથે ડિસ્પ્લે અને વોઈસ ગાઈડન્સની સુવિધા આપવામાં આવી છે.
Published at : 26 Nov 2016 10:32 AM (IST)
Tags :
Maruti SuzukiView More





















