કોઈ ઓર્ડરને કેન્સલ કરવા પર યૂઝરને ઈન્સ્ટન્ટ રિફન્ડ મળશે. આ ઉપરાંત યૂઝર્સને ફ્રી મૂવી ટીકિટ્સ, કેશબેક અને ઘણી અન્ય એક્સક્યૂઝિવ ઓફર્સ પણ મળશે. આ સર્વિસને એક્ટિવેટ કરવા માટે તમારે Paytm એપમાં લોગ-ઈન કરવાનું રહેશે. ત્યારબાદ યૂઝરને પેટીએમ પોસ્ટપેઈડ બેનર પર ક્લિક કરવાનું રહેશે અને ‘Activate My Paytm Postpaid’ બટન પર ટેપ કરી આ સર્વિસને એક્ટિવેટ કરાવી શકાય છે.
2/4
સુવિધાના ઉપયોગ બાદ પેટીએમ તરફથી યૂઝરને મહિનાની પહેલી તારીખે બિલ મોકલવામાં આવશે. મહિનાની સાતમી તારીખ સુધી બિલનું પેમેન્ટ કરવા પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ કે વ્યાજ લેવામાં આવશે નહીં. પેમેન્ટ ડિફોલ્ટના કેસમાં એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. બિલની ચૂકવણી એક OTP અથવા પિન દ્વારા કરી શકાશે.
3/4
સર્વિસ અંતર્ગત યૂઝર મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, મૂવી ટીકિટ્સનું બુકિંગ અને પેટીએમ ઓનલાઈન માર્કેટ પ્લેસ પર શોપિંગનો લાભ લઈ શકશો. આ સર્વિસમાં ક્રેડિટ લિમિટ 60 હજાર રૂપિયા સુધી રાખવામાં આવી છે.
4/4
નવી દિલ્હી: મોબાઈલ વોલેટ પ્લેટફોર્મ Paytmએ પોતાની પોસ્ટપેઈડ સર્વિસ ચાલુ કરી છે જોકે તે સિલેક્ટેડ યૂઝર્સ સુધી મર્યાદિત છે. આ સર્વિસ દ્વારા યૂઝર 60 હજાર રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે જેને બીજા મહિને બેંકને ચૂકવવાના રહેશે.