શોધખોળ કરો
સતત 11માં દિવસે પેટ્રોલ-ડીઝલ થયા સસ્તા, જાણો શું છે આજનો ભાવ
1/4

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 11માં દિવસે ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે પેટ્રોલની કિંમત 40 પૈસા જ્યારે ડીઝળમાં 30 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આમ છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 1.48 રૂપિયા અને ડીઝલ 1.10 રૂપિયા સસ્તું થયું છે. હાલમાં ઘટાડ બાદ અમદાવાદમાં પેટ્રોલ 76.08 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
2/4

અમદાવાદમાં ડીઝલનો આજનો ભાવ 73.01 રૂપિયા પ્રતિ લિટર છે. મહત્વનું છે કે, 31 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઘટી રહ્યા છે. જોકે, હજુય 13 મેથી 09 જુનના ગાળાની સરખામણી કરીએ તો, પેટ્રોલ હજુ પણ 2.20 રૂપિયા પ્રતિ લિટર જેટલું મોંઘું છે.
Published at : 09 Jun 2018 12:30 PM (IST)
View More





















