નવી દિલ્હીઃ દેશભરમાં અંદાજે અઢી કરોડ પગારદાર ટેક્સ પેયરને તેના ત્રિમાસિક ટીડીએસ કપાત વિશે આવકવેરા વિભાગ તરફથી એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ સોમવારે આ સેવાની શરૂઆત કરી છે. આ સુવિધાના લોન્ચિંગ પર માહિતી આપવામાં આવી છે કે જ્યારે TDS દ્વારા પૈસા કપાય બાદ આવકવેરા વિભાગ દ્વારા પાસ કર્યા બાદ કર્મચારીને SMS દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે. હાલ આ સુવિધાનો લાભ અઠિ કરોડ પગારદારોને પ્રાપ્ત થશે તેમને SMS દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે.
2/3
એવા પણ કેટલાક કિસ્સા સામે આવ્યાં છે. જેમાં પગારમાંથી આવકવેરો કાપી લેવામાં આવ્યો હોય, પંરતુ વિભાગ પાસે જમા ન થયો હોય. આ સુવિધાથી આ તમામ સમસ્યાનો અંત આવી જશે. ફ્રોડથી બચાવામાં આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સિસ્ટમથી કર્મચારીને ખ્યાલ આવી જશે કે પગારમાંથી કટ થયેલો આવકવેરો વિભાગ પાસે જમા થયો છે કે નહીં.
3/3
મળતી માહિતી મુજબ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કેટલીક કંપનીઓ આવકવેરાની રકમ કટ કરી લે છે. આ વાતની જાણ કર્મચારીને ત્યારે થાય છે જ્યારે તે ફોર્મ 16 લઇને વિતેલા વર્ષનું ટેક્સ રિટર્ન દાખલ કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેથી કરદાતા અને આવકવેરા વિભાગની વચ્ચે વિશ્વાસનીયતા વધારે મજબુત થાય.