શોધખોળ કરો
વીડિયોકોન લોન કેસઃ તપાસ પૂરી થાય ત્યાં સુધી ચંદા કોચર રહેશે રજા પર, ICICI બેંકે સંદીપ બક્ષીની COO તરીકે કરી નિમણૂંક
1/3

વીડિયોકોન ગ્રુપને 3250 કરોડ રૂપિયાની લોન આપવાના મામલે આરોપ લાગ્યા ત્યારે પહેલા આઈસીઆઈસીઆઈ બેંકે મેનેજમેન્ટે બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચરનો બચાવ કર્યો હતો. બેંકે કહ્યું હતું કે વીડિયોકોન ગ્રુપને લોન આપવાનો ફેંસલો ક્રેડિટ પેનલે લીધો હતો. ચંદા કોચર આ પેનલનો હિસ્સો હતી નહીં કે હેડ. બેંકે એમ પણ કહ્યું હતું કે ચંદા કોચરે જે કંઈ કર્યું તે નિયમોને આધીન રહીને જ કર્યું છે.
2/3

નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપને લોન આપવાના કૌભાંડ મુદ્દે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા આજે મોટું પગલું ભરવામાં આવ્યું હતું. બેંક દ્વારા આજે સંદીપ બક્ષીને COO બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તપાસ પૂરી થશે ત્યાં સુધી ચંદા કોચર રજા પર રહેશે. બોર્ડ મીટિંગ બાદ આઈસીઆઈસીઆઈ બેંકે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ જાણકારી આપી હતી.
Published at : 18 Jun 2018 09:42 PM (IST)
View More





















