લઘુતમ વેતન સહિતની 12 માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા હવે ટ્રેડ યુનિયનોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જેના પગલે 25 યુનિયનોએ બે દિવસની હડતાળમાં જોડાવવા માટે સમર્થન આપ્યું છે. આ હડતાળને કારણે બેંકોથી માંડીને ફેક્ટરી સહિત ઔદ્યોગિક વિસ્તાર ઠપ થશે.
2/5
બીએસઇને અપાયેલ અન્ય ફાઇલિંગમાં બેંક ઓફ બરોડાએ જાણકારી આપી છે કે 8 અને 9 જાન્યુઆરી 2019નાં રોજ થનારી AlBEA અને BEFIની હડતાળ દરમિયાન કેટલાક ઝોનમાં બેંકની કેટલીક બ્રાંચ અને ઓફિસમાં કામ પર અસર પડી શકે છે.
3/5
ગુજરાતમાં પણ 8મીએ અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડનથી ખાનપુર સુધી રેલી યોજાવવાની છે. જેમાં દોઢ લાખ આંગણવાડી બહેનો, આશાવર્કરો પણ જોડાશે. અમદાવાદ ઉપરાંત સુરત, જુનાગઢ, રાજકોટ, ભાવનગરમાં રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે. જેને પગલે બે દિવસ સુધી બેંકનું કામ ઠપ રહેશે અને ઔદ્યોગિક વિસ્તારમાં પણ મજૂરો હાજર રહેશે.
4/5
નોંધનીય છે કે લઘુતમ વેતન 18 હજાર હોવું જોઇએ તેવી કુલ 12 માંગણીઓ લઇને આંદોલન શરૂ થયું છે. એક અંદાજ પ્રમાણે આ હડતાળમાં 10 ટ્રેડ યુનિયનોએ એક થઇને હડતાળનું એલાન આપ્યું છે.
5/5
નવી દિલ્હીઃ જો તમારે બેંક સાથે સંબંધિત કોઇ કામ હોય તો આજે જ પતાવી લો કારણ કે આગામી બે દિવસ બેંક બંધ રહેવાની છે. 8 અને 9 જાન્યુઆરીએ દેશભરમાં 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. તેવામાં તમારે ઘણી મુશ્લેકીઓનો સામનો કરવો પડે તેમ છે.