શોધખોળ કરો

Surat Crime: દંપત્તિ દ્વારા વીમા એજન્ટ પાસેથી 13 લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતરની લોભામણી સ્કીમના નામે ઉધનાના વીમા એજન્ટ પાસેથી રૂપિયા 13 લાખ પડાવી છેતરપિંડી કરનાર દંપતીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે.

સુરત: ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતરની લોભામણી સ્કીમના નામે ઉધનાના વીમા એજન્ટ પાસેથી રૂપિયા 13 લાખ પડાવી છેતરપિંડી કરનાર દંપતીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે. દંપતીએ વીમા એજન્ટ પાસેથી કંપનીમાં રોકાણના નામે લીધેલા રૂપિયા દસ લાખની રકમ ઈમ્પોર્ટ- એક્સપોર્ટ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હોવાથી પોલીસે મહિલાના પતિની ઘરપકડ કરી હતી. જે બાદ એક પોલીસ અધિકારીની ઓળખાણના કારણે રૂપિયા 3 લાખમાં સમાધાન કરી જેલમુક્ત કરાવ્યો હોવાની વાત ઉપજાવી નાખી હતી. પરંતુ ત્યારબાદ વધુ રૂપિયાની વીમા એજન્ટ પાસે માંગણી કરતા છેતરપિંડીનો ભોગ બનેલા વીમા એજન્ટની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ભેસ્તાનનાં ઠગ દંપતીએ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા 13 લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોંચતા પોલીસે ઠગ દંપતિની ધરપકડ કરી હતી. ઘટનામાં દંપતીએ બે અન્ય કાલ્પનિક નામો પણ ઉપજાવી નાખ્યા હતા. જેમાં એક ગ્લોબલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ કંપનીના કર્મચારી અને અન્ય એક એશિયન શેલ કંપનીના મોબાઈલ નંબરના ધારકનો સમાવેશ થાય છે.

ભેસ્તાન પોલીસના જણાવ્યા અનુસાર ,વીમા એજન્ટ મુલ્હાસ ભાઈ માળી ભેસ્તાન ખાતે રહેતા વિકી જરીવાળા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાળાના ઘણા સમયથી સંપર્કમાં છે. જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત છે. દરમ્યાન બંને પતિ પત્નીએ વીમા એજન્ટને ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનાં નામે રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ બતાવી હતી. વિશ્વાસ અને ભરોસામાં આવેલા વીમા એજન્ટે 10 લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે બેન્ક એકાઉન્ટ અને આંગડિયા પેઢી મારફતે દંપતીને આપ્યા હતા.

લાખોની રકમ પડાવી લીધા બાદ આ  જરીવાળાની પત્ની ક્રિશ્ના જરીવાળાએ વીમા એજન્ટના મોબાઈલ વોટ્સએપ નંબર પર એક વોઇસ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણીના પતિને સુરત એસઓજી ધરપકડ કરી લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.  બાદમાં વીમા એજન્ટે રૂબરૂમાં આવી જરીવાળાની પત્ની જોડે વાતચીત કરી હતી. બે દિવસ બાદ વિકી જરીવાળા વીમા એજન્ટ મૂલ્હાસ ભાઈ ને મળ્યો હતો.જ્યાં જણાવ્યું હતું કે, તેઓ દ્વારા જે રૂપિયા દસ લાખની રકમ આપવામાં આવી હતી તે ગાંધીધામ ખાતેની કોઈ ગ્લોબલ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી હતી. જે ધંધામાં દેબાસીસ નામનો યુવક પણ સામેલ હતો અને આ શખ્સની સુરત એસોજી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તેઓ દ્વારા જે રકમ આંગડિયા પેઢી અને બેન્ક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી તેના કારણે પરિવારના સભ્યોના નામ પણ સામે આવી શકે છે. જેથી એક પોલીસ અધિકારીની ભલામણથી એસઓજી પીઆઈ જોડે વાતચીત કરતા છોડી મુકાયો હતો. પરંતુ હવે  રૂપિયા ત્રણ લાખ માંગી રહ્યા છે. જે રકમ તેઓને આપવી પડશે. આમ વધુ ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ પણ પડાવી લેવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યોSanyukt Vimochan 2024:  પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શનKhyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget