શોધખોળ કરો

Double Murder: સુરેન્દ્રનગરના સમઢિયાળામાં લોહિયાળ જંગ ખેલાયો, બે સગાભાઇઓના કરૂણ મોત, જાણો શું છે મામલો

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે 2 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.

Double Murder:સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે 2 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.     

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે  બે જૂથ વચ્ચે લોહિયાણ જંગ ખેલાયો હતો. અથડામણના કારણે બે લોકોને મૃત્યુ નિપજ્યાં છે.અહી જમીન ખેડવા બાબતે બે જુથ બોલાચાલી બાદ હથિયારો સાથે મારામારી થઇ હતી. આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે તો 2 સગા ભાઇઓ આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારના મોત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે તેમજ બંનેના મૃતદેહને પોસ્પમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.  ઘટનાના પગલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, સમાજના આગેવાનો, પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. વાતાવરણમાં તંગદિલી છવાઇ જતાં સમગ્ર ગામમાં પોલીસે સઘન સુરક્ષા ગોઠવી દીધી છે. ઘટનામાં પરિવારે આરોપીની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી  મૃતદેહને સ્વીકારનો પરિજનોએ ઇન્કાર કર્યો છે.        

શક્તિસિંહ ગોહિલે ડબલ મર્ડરની ઘટના મામલે શું કહ્યું

સુરેન્દ્રનગરના ચુડાના સમઢિયાળા ગામે થયેલા લોહિયાળ જંગમાં બે સગા ભાઇઓના મોત થયા છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ધટના પહેલા પીડિત પરિવારે ગૃહમંત્રી હર્ષસંઘવીને અરજી કરીને લેખિતમાં પોલીસનું રક્ષણ માગ્યું હતું પરંતુ રક્ષણ  ન મળતા આખરે બંને સગા ભાઇઓ આ દુશ્મનીનો ભોગ બન્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક સમરસતા ડોહળાઇ રહી છે. જો ગુજરાત પોલીસને આદેશ અપાયા હોત અને  થોડી સતર્કતા દાખવવામાં આવી હોત તો આ ઘટના ન બની હોત અને બંને ભાઇની જિંદગી બચી જાત.                              

આ ઘટનાને લઇને  હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સાથે હોસ્પિટલ પહોંચ્યા આ સમયે પીડિત પરિજનોએ રોષ પ્રગટ કર્યો હતો.                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget