શોધખોળ કરો

Crime News: ભાવનગરમાં 7મા ધોરણની વિદ્યાર્થિની સાથે આચાર્યએ કર્યા અડપલા, આરોપ લાગતા કહ્યું, તેમના પિતાએ...

Crime News: શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના ભાવનગરના મહુવા તાલુકામાંથી બહાર આવી છે. જ્યાં સરકારી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાનો કિસ્સોમાં બહાર આવતા શાળા નંબર એકના ઇન્ચાર્જ આચાર્ય ફસાયા છે.

Crime News: શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના ભાવનગરના મહુવા તાલુકામાંથી બહાર આવી છે. જ્યાં સરકારી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાનો કિસ્સોમાં બહાર આવતા શાળા નંબર એકના ઇન્ચાર્જ આચાર્ય ફસાયા છે. જોકે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં મહુવા તાલુકાના કહેવાતા પત્રકાર અને સગીરાના પિતા વિરુદ્ધ 10 લાખ રૂપિયા સેટલમેન્ટ માટે માંગ્યા હોવાનો આરોપ લાગ્યો છે.

Crime News: ભાવનગરમાં 7મા ધોરણની વિદ્યાર્થિની સાથે આચાર્યએ કર્યા અડપલા, આરોપ લાગતા કહ્યું, તેમના પિતાએ...

મહુવા તાલુકામાં સરકારી શાળામાં ગુરુ અને શિષ્યના સંબંધ પર દાગ લાગ્યો છે. સરકારી શાળા નંબર 1મા આચાર્ય તરીકે ફરજ બચાવતા સુરેશકુમાર ઓઝા પર ધોરણ સાતમાં અભ્યાસ કરતી સગીરાને પોતાની ઓફિસમાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હોવાનો અને પર્સનલ નંબર માંગ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે જ છેલ્લા દોઢ મહિનાથી સગીર વિદ્યાર્થીની સાથે સરકારી શાળાના આચાર્ય પરેશાન કરતો હોવાની વાત સામે આવી છે. જોકે આ બાબતે તથ્ય કેટલું છે તે મહુવા પોલીસની તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હાલ તો સરકારી શાળા નંબર 1 ના આચાર્ય સુરેશકુમાર ઓઝા પર ગંભીર આક્ષેપો લાગતા શિક્ષણ જગત શર્મશાર થઈ રહ્યું છે.

Crime News: ભાવનગરમાં 7મા ધોરણની વિદ્યાર્થિની સાથે આચાર્યએ કર્યા અડપલા, આરોપ લાગતા કહ્યું, તેમના પિતાએ...
ઇન્ચાર્જ આચાર્ય દ્વારા પણ સગીરના પિતા ઇમરાન પાયક અને ફરીદ કાળવાતર નામના પત્રકાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે કહેવાતો પત્રકાર ફરીદ અને આરોપી ઇમરાન દ્વારા ફરિયાદી આચાર્યના હાથ પકડીને માર માર્યો હતો અને જણાવ્યું હતું કે દસ લાખ રૂપિયા આપ અથવા તો તારી વિરુદ્ધ શારીરિક અડપલાનો અને છેડતીનો ગુનો દાખલ કરાવીશ તેમ કહીને ગર્ભિત ધમકી આપી માર માર્યા હોવાનો આરોપ છે. જોકે આ બાબતે હાલ તો મહુવા પોલીસમાં બંને તરફી ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આચાર્ય સુરેશકુમાર ઓઝા તેમજ સગીર વિદ્યાર્થિનીના પિતા ઇમરાન પાયક અને કહેવાતા પત્રકાર ફરીદ કાળવાતરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, અહીં એક એવો પ્રેમી પોલીસના હાથે ચઢ્યો છે, જે એકતરફી પ્રેમમાં પાગલ હતો અને તેને યુવતીની છેડતી કર્યા બાદ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ બનાવ મહિસાગર જિલ્લાના જુફરાલી ગામમાં બન્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે, હાલમાં જે ઘટના સામે આવી છે, તે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુફરાલી ગામની છે, અહીં જુફરાલી ગામમાં એકતરફી પ્રેમીએ પોતાની પસંદગીની યુવતીની હત્યાની કોશિશ કરી છે, ખરેખરમાં ઘટના એવી છે કે, અહીં જુફરાલી ગામે એક પ્રેમી એક યુવતીના પ્રેમમાં એટલો બધો પાગલ હતો કે, જ્યારે તે યુવતીને સગાઇ અન્ય યુવક સાથે થઇ તો તે ગુસ્સે ભરાઇ ગયો હતો, આ પ્રેમ એકતરફી પ્રેમમાં અંધ હતો. પાગલ પ્રેમીનું નામ વિજય ઠાકોર છે અને તે લુણાવાડા તાલુકાના જુફરાલી ગામે રહે છે, આ ઘટના બાદ તે વહેલી સવારે યુવતીના ઘરે જઇ ચઢ્યો હતો, અને ત્યાં જઇને યુવતીને કહ્યું કે, હું તને મનોમન ચાહુ છુ, પસંદ કરું છુ અને તે તારી સગાઇ અન્ય યુવક સાથે કરી છે, તે તોડી નાંખ, બસ આટલુ કહ્યા બાદ પ્રેમી વિજય ઠાકોરે યુવતીને છેડતી કરી હતી, છેડતી કર્યા બાદ પાગલ પ્રેમીએ યુવતી પર ચપ્પૂના ઘા મારી જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટના બાદ પોલીસે પાગલ પ્રેમી આરોપી વિજય ઠાકોરને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિજય ઠાકોર ચારણગામમાં શેઠના ત્યાં પૈસા લેવા આવ્યો તે દરમિયાન પોલીસની પકડમાં આવી ગયો હતો. હાલ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget