શોધખોળ કરો

Surat Crime: યુવકની મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા કરી હત્યા,પોલીસ તપાસમાં જાણો શું આવ્યું સામે ?

સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં હત્યાના બનાવો સમયાંતરે સામે આવી રહ્યા છે. ત્યાં વધુ એક હત્યાની ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે.

સુરત:  સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં હત્યાના બનાવો સમયાંતરે સામે આવી રહ્યા છે. ત્યાં વધુ એક હત્યાની ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે. પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,બાટલીબોય નજીક આવેલ સુડા આવાસમાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો વતની દિનેશકુમાર નામનો યુવક એક વર્ષ અગાઉ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. બાટલીબોય નજીક લુમ્સ ખાતામાં કામ કરી વતન રહેતા પરિવારને મદદરૂપ બનતો હતો.

આ દરમિયાન વહેલી સવારે દિનેશ કુમારની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અજાણ્યા ઇસમ દ્વારા દિનેશકુમારના મોઢાના ભાગે બોથર્ પદાર્થ વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને નજીકના સબંધીઓના નીવેદન નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

પાંડેસરા પોલીસની તપાસમાં મૃતકની હત્યા તેના સગા ભત્રીજા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક દિનેશ કુમાર અને વિજયસિંહ સંબંધમાં કાકા-ભત્રીજા થાય છે. જ્યાં વતનમાં અગાઉ દિનેશ અને વિજય સિંહ વચ્ચે નાના-મોટા ઝઘડા ચાલી રહ્યા હતા. જે ઝઘડાની અદાવતમાં ગત રોજ બંને વચ્ચે થયેલી મારામારી બાદ ભત્રીજા વિજયસિંહે બોથર્ડ પદાર્થ વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.જે આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

સુરતમાં ફરી ખેલાયો ખુની ખેલ

સૂરત શહેરના અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા અરેરાટી મચી ગઈ છે. પિન્ટુ નવસારીવાલા નામના વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સૂર્યા મરાઠી ગેંગના સંભ્યએ હત્યાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે.

6 જેટલા ચપ્પુના ઘા ઝીંકી  યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે હત્યારાઓએ યુવકને જૂની અદાવતની પતાવટ માટે ફોન કરી બોલાવ્યો હતો. એવી પણ વાત સામે આવી છે કે,  હત્યારાઓ અને મૃતક ક્રિકેટના સટ્ટા સાથે પણ જોડાયેલા હતા. હાલમાં ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget