શોધખોળ કરો

Crime News: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ફિલ્મી સ્ટોરી જેવી ઘટના, પૂર્વ પ્રેમીએ કર્યો એવો કાંડ કે જાણીને ચોંકી જશો

મૃતક ભિલોડા તાલુકાના ચૂનાખણ ગામનો 32 વર્ષીય પ્રકાશભાઈ માવજીભાઈ ડામોર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફરાર આરોપીની ઇકો કારને જપ્ત કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Crime News: અરવલ્લીમાં ફિલ્મી સ્ટોરી જેવી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં 32 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. શામળાજીના રાવતાવાડા ગામની સીમમાં પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા બાબતે યુવકની હત્યા કરાઈ હતી. મહિલાના પૂર્વ પ્રેમીએ બાઈક લઇને જઈ રહેલા પતિદેવનું મોત નિપજાવ્યું હતું.

 ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં ઘટના બની હતી. મહિલાના પતિની બાઈકને પૂર્વપ્રેમીએ ઇકો કાર વડે પાછળથી ટક્કર મારી હતી. બાઈક સવાર પતિ રોડ પર પટકાયા બાદ પૂર્વપ્રેમીએ ઇકો કાર રિવર્સ લાવી બે વખત ઉપર ચઢાવી દઈ મોત નીપજાવ્યું હતું. મૃતક ભિલોડા તાલુકાના ચૂનાખણ ગામનો 32 વર્ષીય પ્રકાશભાઈ માવજીભાઈ ડામોર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફરાર આરોપીની ઇકો કારને જપ્ત કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શમાળાજી પોલીસે આરોપી ઈશ્વર તરાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાકી અને ભત્રીજાનું ચાલતુ હતુ ઇલુ-ઇલુ

દેશ અને દુનિયામાં કેટલીય એવી લવ સ્ટૉરી છે, જેના પર વિશ્વાસ કરવો વ્યક્તિ માટે બહુ જ કઠીન હોય છે. આવી જ એક ઘટના દેશમાં જ એટલે કે બિહારમાં ઘટી છે. ખરેખરમાં અહીં ભાગલપુરમાં કાકીને ભત્રીજા સાથે પ્રેમ થઇ ગયો અને તેનો અંજામ પણ જબરદસ્ત આવ્યો. આ કિસ્સો બિહારના ભાગલપુરનો છે. ભાગલપુરના સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં ભત્રીજાને પોતાની જ કાકી સાથે પ્રેમ થઈ ગયો. કાકી પણ પતિનો પ્રેમ ભૂલીને ભત્રીજા સાથે ભવિષ્ય જોવા લાગી. બંને વચ્ચે આ ઇલુ ઇલુ લગભગ બે વર્ષ સુધી બધું ચાલ્યું. અંતે કાકાએ જ ભત્રીજાના લગ્ન તેની કાકી સાથે કરાવી દીધા. આ મામલો ગયા શનિવાર (3 જૂન) રાતનો છે. ખાસ વાત છે કે, રવિવારે (4 જૂન) આ લગ્ન થયા અને આ લગ્ન કરવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પતિએ જણાવ્યું કે, 2017માં તેના લગ્ન મુંગેર જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી પતિ-પત્ની વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા, પરંતુ 2021 પછી તેમના જીવનમાં તેમનો ભત્રીજો આવ્યો. તેની પત્ની મોટા ભાઈના પુત્ર તરફ આકર્ષાવા લાગી. બંનેનો પ્રેમ ગાઢ થયો અને વધવા લાગ્યો. જ્યારે પરિવારજનોને ખબર પડી ત્યારે આ વિશે બન્નેને સમજાવવામાં પણ આવ્યું, પરંતુ તેની કોઈ અસર ના દેખાઇ. 

બન્ને ના માન્યા તો પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો - 
કહેવાઇ રહ્યું છે કે બંનેને ઘણું સમજાવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ના માન્યા તો આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પતિ આ મામલે સુલતાનગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મહિલા ડેસ્કની મદદ માંગી. મહિલા ડેસ્ક દ્વારા કાકી અને ભત્રીજાને પોલીસ સ્ટેશન બોલાવીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બંને લગ્ન કરવા પર અડગ રહ્યા હતા.

અંતે પતિએ કર્યુ એવું કે આખુ ગામ જોવા ચઢ્યું - 
જ્યારે બંને લગ્ન પર અડગ રહ્યા તો પતિએ મોટું દિલ બતાવીને સુલતાનગંજના હનુમાન મંદિરમાં બંનેના એટલે કે કાકી અને ભત્રીજાના લગ્ન કરાવી દીધા. પતિએ કહ્યું કે, મારી પત્ની જેની સાથે સંમત હતી તે છોકરા સાથે મેં લગ્ન કર્યા. પત્નીએ કહ્યું કે તે આ જ છોકરા સાથે લગ્ન કરશે. મારા લગ્ન 2017માં થયા હતા. એક પુત્ર છે. મેં બંનેને ઘણીવાર સાથે જોયા હતા. જે બાદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી. મારી પત્ની 2017 થી મારી સાથે હતી, પરંતુ હું છેલ્લા બે વર્ષથી આ છોકરા સાથે વાત કરતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget