બનાસકાંઠાઃ ડીસામાં મૂક બધિર બાળકીનું રેપ કરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા આપી
ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂક બધીર બાળકી ઉપર દુષ્કર્મ કર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂક બધીર બાળકી ઉપર દુષ્કર્મ કર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૂક બધીર બાળકી ઉપર તેના જ ફોઈના દીકરાએ દુષ્કર્મ આચરી તેનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપી નીતિન માળીને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ આજે ડીસા કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી જ્યાં જજે આરોપી નીતિન માળીને ફાંસીની સજા ફટકારી હતી.
ફાંસીની સજા આપવા બેનર લાગ્યા હતાઃ
દોઢ વર્ષ પહેલાં ડીસામાં બનેલી બનેલી આ ક્રૂર ઘટનાના સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા. મૂક બધીર બાળકી ઉપર નજર બગાડીને તેની હત્યા કરનાર આરોપી નીતિન માળીને ફાંસીની સજા મળે તે માટે સતત માંગો ઉઠી હતી. આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે ડીસામાં કોર્ટ રોડ ઉપર લાગ્યા બેનરો પણ લગાવામાં આવ્યા હતા. ત્યારે આજે ડીસા કોર્ટે સમાજમાં દુષ્કર્મ અને હત્યા જેવી ઘટનાઓ અટકે તે માટે આવા ગુનેગારને ફાંસીની સજા ફટકારી છે.
Bhavnagar : મોડી રાતે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા, એકની હાલત ગંભીર
ભાવનગરઃ શહેરના સુભાષ નગરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે એકની હાલત ગંભીર છે. ગત મોડી રાત્રીના સમયે ઝઘડો થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉમેશ ચૌહાણ નામના યુવાનનું ઘટના સ્થળ પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું. જ્યારે પૂંજન રાઠોડને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવને લઇ Asp સફિન હસન, બી ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. મળતી વિગત મુજબ મૃતક ઉમેશે હાલમાં જ 10 માં ધોરણની પરીક્ષા આપી હતી.