Crime: રિક્ષા ડ્રાઇવરની કરતૂત, 10 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલે લઇ જવાને બદલે કેનાલ પર લઇ જઇને બતાવી અશ્લીલ ફિલ્મ, ને પછી......
Bhadohi : ઉત્તરપ્રદેશમાંથી એક મોટી ઘટના સામે આવી છે. અહીં ભદોહી જિલ્લાની એક વિશેષ અદાલતે શનિવારે પાંચમા ધોરણમાં ભણતી 10 વર્ષની સગીર છોકરી સાથે અશ્લીલ હરકતો કરવાના આરોપીને દોષિત ઠેરવ્યો હતો
Bhadohi News: ઉત્તરપ્રદેશમાંથી એક ગુનાખોરીની મોટી ઘટના સામે આવી છે. અહીં ભદોહી જિલ્લાની એક વિશેષ અદાલતે શનિવારે પાંચમા ધોરણમાં ભણતી 10 વર્ષની સગીર છોકરી સાથે અશ્લીલ હરકતો કરવાના આરોપીને દોષિત ઠેરવ્યો હતો, અને તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યૂટર (POCSO) કૌલેશ્વર નાથ પાંડેએ કહ્યું કે, કેસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ પ્રૉટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ (POCSO) એક્ટ સંબંધિત કેસ માટે સ્પેશિયલ જજ મધુ ડોગરાએ શનિવારે ડ્રાઇવર રવિશંકર (21) દોષિત ઠર્યો હતો, જો તે દંડ નહીં ભરે તો તેને વધુ દોઢ વર્ષ જેલમાં રહેવું પડશે.
આ ઘટના અંગે ડોગરાએ કહ્યું કે, જિલ્લાના જ્ઞાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 વર્ષની વિદ્યાર્થિનીને શાળાએ લઈ જવાની જવાબદારી કાંસાપુરના રહેવાસી ઓટો ડ્રાઈવર રવિશંકરને આપવામાં આવી હતી, રવિએ વિદ્યાર્થિનીને શાળાએ ના લઈ જઈને તેણીને એક કેનાલ પાસે લઈ જઈને તેના મોબાઈલમાં અશ્લીલ ફિલ્મ બતાવી તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ અંગે વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલને જાણ કરી હતી અને ડ્રાઈવર સાથે ઘરે જવાની ના પાડી હતી.
શું બોલ્યા પોલીસ અધિક્ષક મિનાક્ષી કાત્યાન
પોલીસ અધિક્ષક મિનાક્ષી કાત્યાયને જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીના દાદાની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 354 (એ) (સ્ત્રી સાથે અભદ્ર કૃત્ય), 504 (શાંતિ ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન), 506 (ગુનાહિત ધમકી) ) અને POCSO એક્ટની કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે તેમણે કહ્યું કે પોલીસે તપાસ પૂર્ણ કરી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને અસરકારક વકીલાત બાદ શનિવારે આરોપીને સજા ફટકારવામાં આવી.