શોધખોળ કરો

ગુજરાત ATSની મોટી સફળતા, વડોદરા તબેલાની આડમાં ધમધમતી હતી ડ્રગ્સની ફેકટરી, શંકાસ્પદ પાવડર કર્યો જપ્ત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 2 દિવસની વાર હતી ત્યારે ગઇકાલ સાથે ગુજકાત ATSએ મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સનું રો મટિરિયલ્સ તૈયાર કરતી ફેકટરી ઝડપી પાડી છે.

વડોદરા:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 2 દિવસની વાર હતી ત્યારે ગઇકાલ સાથે ગુજકાત ATSએ મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સનું રો મટિરિયલ્સ તૈયાર કરતી ફેકટરી ઝડપી પાડી છે.
વડોદરાના ભેંસના તબેલાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ સંતાડયું હતું. અહીં એટીએસ દ્વારા બાતમીને આધારે દરોડા પાડતા
ઘાસના ઢગલામાં સંતાડેલું ડ્રગ્સ માટેનું રો મટિરિયલ મળી આવ્યું હતું. વડોદરાના સાવલી ના મોકસી ગામે આ પહેલા પણ એ.ટી.એસએ રેડ પાડી હતી. સિંધરોટ અને સાવલી નું કનેક્શન મજબૂત હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગઇકાલે સાંજે 5 વાગ્યા થી એટીએસ નો દરોડોનો સિલસિલો શરૂ થયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન કેમિકલ ફિલ્ટર કરવાનું નાનું મશીન અને કેમિકલ નો જથ્થો ઝડપાયો હતો. તેના પરથી કહી શકાય કે અહીં મોટાપાયે એમડી ડ્રગ્સ બનાવવાનો ધંધો ચાલતો હતો.

વડોદરા ગ્રામ્યના સિંધરોટ ગામમાં ડ્રગ્સની ફેકટરી ઝડપાતા હડકંપ મચી ગઇ છે. અહીં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ બનતું હતું. ફેકટરીમાં ડ્રગ્સનું રો મટીરીયલ ઝડપાયું છે તેની  તેની તપાસ એટીએસ કરી રહી છે. FSL ની ટીમને પણ સર્ચ ઓપરેશન દરમિયાન સાથે રાખવામાં આવી હતી. પાવડરનો જથ્થો પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને તપાસ માટે લઇ જવાયો હતો.  ડ્રગ્સની ફેકટરી કોણ ચલાવતું હતું., કેટલા સમયથી ડ્રગ્સ બનતું હતું તેની તપાસ ATS  કરી રહી છે. આ ઘટનાને લઇને અનેક સવાલ છે.  ડ્રગ્સ ક્યાં મોકલવામાં આવતું હતું અને ક્યાંથી મટીરીયલ આવતું હતું જેવા અનેક સવાલ છે.  આ તમામ સવાલની દિશામાં  ATS તપાસ કરી રહી છે.

ABP-CVoter Opinion Poll: મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ અને બીજેપીના વોટ શેરમાં થયો ઘટાડો, ઓપિનિયલ પોલમાં થયો ખુલાસો

ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની બેઠકો પર આ વખતે સૌની નજર રહેલી છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મધ્ય ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ બન્નેના વોટ શેરમાં ઘટાડો થાય તેવી શક્યતા.

આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મધ્ય ગુજરાતના સમિકરણો બદલાશે કે નહીં તેને લઈને પણ લોકોમાં ચર્ચા છે. આ અંગે મધ્ય ગુજરાતના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકો આવેલી છે.  ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 61માંથી 45થી 49 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 10થી 14 અને આમ આદમી પાર્ટીને 0થી 2 અને અન્યને 0થી 2 બેઠક મળી શકે છે. 

જો વોટ શેરની વાત કરીએ તો બીજેપીને 2017માં 5.9 ટકા મત મળ્યા હતા જ્યારે 2022માં 48.2 મત મળી શકે છે. આમ બીજેપીને - 2.7 ટકાની ખોટ જઈ શકે છે. કોંગ્રેસને 2017મા 39.1 ટકા મત મળ્યા હતા તો 2022માં 25.4 ટકા મત મળશે. આમ કોંગ્રેસને -13.7 ટકા મતની ખોટ જઈ રહી છે. તો  આમ આદમી પાર્ટીને 2017માં 0 ટકા મત મળ્યા હતા જેમાં આ વખતે વધારો થવા જઈ રહ્યો છે 2022માં આપને 20.2 ટકા મત મળશે, જ્યારે અન્યને 2017માં 10 ટકા મત મળ્યા હતા જે 2022માં 6.2 ટકા મળશે. આમ અન્યને -3.8 ટકાની ખોટ જશે.  18.80 ટકા અને અન્યને 5.60 ટકા મત મળી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં કઈ પાર્ટીને લાગશે ઝટકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની બેઠકો પર આ વખતે બીજેપીને ઝટકો લાગી રહ્યો છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી સુરતમાં મજબૂત પકડ બનાવી રહી છે તો તાપી વિસ્તારમાં ટ્રાયબલ બેટમાં સમીરરણો બદલાઈ તેવી પણ શક્યતાઓ છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી દક્ષિણ ગુજરાતના સમિકરણો બદલાશે તે નક્કી છે. આ અંગે દક્ષિણ ગુજરાતના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. તમને જમાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકો આવેલી છે.  ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 35માંથી 27થી 31 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 2થી 6 અને આમ આદમી પાર્ટીને 1થી 3 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો બીજેપીને 49.30 ટકા,કોંગ્રેસને 26.20 ટકા, આમ આદમી પાર્ટીને  18.80 ટકા અને અન્યને 5.60 ટકા મત મળી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોનો મિજાજ મહત્વનો ભાગ ભજવે છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતના સમિકરણો બદલાશે તે નક્કી છે. આ અંગે સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. તમને જમાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54 બેઠકો આવેલી છે.  ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 54માંથી 38થી 42 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 4થી 8 અને આમ આદમી પાર્ટીને 7થી 9 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો 41.9 ટકા બીજેપીને, 23.50 ટકા કોંગ્રેસને, 27.80 ટકા આમ આદમી પાર્ટીને અને 6.7 ટકા અન્યને મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામનેSurat Murder Case: સુરતમાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર, ચોકબજારમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાથી ખળભળાટThe Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી
Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ
Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ
Embed widget