શોધખોળ કરો

Surat Crime: સુરતમાં નામચીન બુટલેગરની સરાજાહેર હત્યાથી ખળભળાટ

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનતી હાહાકાર મચી ગયો છે.  સુરતમાં નામચીન બુટલેગરની હત્યા કરી દેવામાં આવી છે.

સુરત :  સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનતી હાહાકાર મચી ગયો છે.  સુરતમાં નામચીન બુટલેગરની હત્યા કરી દેવામાં આવી છે. બુટલેગર નાનુ પટેલની છરીના ઘા મારી સરાજાહેર હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  CCTVમાં  હત્યાનો  બનાવ કેદ થયો છે. સુરતના વેસુ વિસ્તારમાં બુટલેગર નાનુ પટેલ સવારે  આગમ મોલ પાસે નાસ્તાની લારી પાસે બેઠો હતો. એ સમયે 3 શખ્શોએ તેની હત્યા કરી નાંખી હતી.  પોલીસ તપાસમાં ખુલ્યું કે, પ્રદીપ શુક્લા અને તેના સાગરિતોએ નાનુ પટેલની હત્યા કરી છે. દારૂના ધંધાની અદાવતમાં નાનુ પટેલની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. મૃતક નાનુ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. તેની સામે અગાઉ અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે.

શુક્રવારે વહેલી સવારે અલથાણના આગમ શોપિંગની સામે બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનીયાની ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી છે. સરુત શહેરમાં બનેલી આ હત્યાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે.

Surat Crime: સુરતમાં નામચીન બુટલેગરની સરાજાહેર હત્યાથી ખળભળાટ

છરીના ઉપરાછાપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી

વેસુ વિસ્તારના આભવા રોડ  પર આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ નજીક આવેલી એક નાસ્તાની દુકાન પર નાનીયો પટેલ નામનો બુટલેગર બેઠો હતો. ત્યારે બે શખ્સ મોઢે રૂમાલ બાંધીને ત્યાં આવ્યા હતા અને નાનીયો પટેલ પર છરીના ઉપરાછાપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા કરી બંને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા CCTV માં કેદ થઈ હતી.

ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો

આ ઘટનાની જાણ થતા અલથાણ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બુટલેગર નાનુ ઉર્ફે નાનીયા પટેલની હત્યા ડીંડોલી વિસ્તારમાં રહેતા પ્રદીપ શુક્લા અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવી છે. જો કે, હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાલ ચાલુ છે. મૃતક નાનીયો પટેલ વિરુદ્ધ અગાઉ અનેક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Embed widget