Botad : ચૈતન્ય હનમાન આશ્રમના મહંતની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર, કેવી હાલતમાં મળ્યો મૃતદેહ?
સોહલા ગામે આવેલ ચૈતન્ય હનુમાન આશ્રમના મહંત રામદાસ ગુરુ મોહનદાસની હત્યા કરેલી લાશ મળી આવી છે. આશ્રમના કુવામાંથી લાશ મળી આવી છે. મહંત છેલ્લા પાંચ દિવસથી ગુમ હતા.
બોટાદઃ ગઢડા તાલુકાના સોહલા ગામે મહંતની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. સોહલા ગામે આવેલ ચૈતન્ય હનુમાન આશ્રમના મહંત રામદાસ ગુરુ મોહનદાસની હત્યા કરેલી લાશ મળી આવી છે. આશ્રમના કુવામાંથી લાશ મળી આવી છે. મહંત છેલ્લા પાંચ દિવસથી ગુમ હતા. મહંતના પરિવારજનો દ્વારા ઢસા પોલીસને જાણ કરવામાં આવી હતી.
હાલ મહંતની લાશ આશ્રમના કૂવામાંથી મળી આવી છે. લાશને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Botad : રાજકીય આગેવાનને યુવતી સાથે બંધાયા શારીરિકસંબંધ, પતિને પડી ગઈ ખબર ને પછી તો.....
બોટાદઃ સેથળી ગામના રાજકીય આગેવાનની આડાસંબંધમાં હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે. પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ ઝૂલાસણની હત્યા કરવામાં આવી હતી. પત્ની સાથેના આડા સંબંધના કારણે પતિ એ જ હત્યા કરી હતી. મૃતક અગાઉ જુગારના ગુના પોલીસ ચોપડે નોંધાયેલ છે. પોલીસ દ્વારા અલગ અલગ 5 જેટલી ટિમો બનાવી ગણતરીની કલાકો માં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
બોટાદ તાલુકાના સેથળી ગામે 16 જાન્યુઆરીએ ઘનશ્યામભાઈ ઝૂલાસણાની હત્યા કરવામાં આવેલ હતી. મૃતક બોટાદ તાલુકા પંચાયતમાં અગાઉ સભ્ય પણ રહી ચૂકેલ છે. 16 જાન્યુઆરીના રોજ આશરે 8 કલાકે રેફડા ગામ તરફ જતા વાડીના રસ્તા પર ઘનશ્યામભાઈની હત્યા થયાની પોલીસને જાણ કરવામાં આવેલ. હત્યાની જાણ થતાં જિલ્લા પોલીસ હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ સહિત ઘટના સ્થળે દોડી આવેલ.
જ્યાં મૃતકના માથાના ભાગે ગંભીર પ્રકારના તિક્ષણ હથિયાર વડે ઘા મારી હત્યારાએ હત્યાને અંજામ આપેલ આરોપી ત્યાં નાશી છુટેલ. પોલીસ દ્વારા હત્યાને લઈ અલગ અલગ 5 ટિમો બનાવવામાં આવી અને આશરે 250 જેટલા લોકોની પોલીસ યુક્તિ મુજબ પુછપરછ કરવામાં આવી. પોલીસ દ્વારા તપાસ કરતા મૃતક જુગાર રમવાની ટેવ ધરાવતો હોય અગાવ બોટાદ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુન્હો પણ બે વાર દાખલ થયેલ છે તેવું પોલીસ દ્રારા જણાવવામાં આવ્યું.
આરોપીને ઝડપવા પોલીસ દ્રારા અલગ અલગ ટિમો દ્રારા તપાસ કરતા મૃતકની વાડીની નજીક જ્યંતીભાઈ ઈશ્વરભાઈ ડાભી અંગે પોલીસને મળેલ માહિતી મુજબ તપાસ કરી આરોપીને ઝડપી પૂછપરછ કરતા આરોપીના પત્ની સાથે મૃતક ઘનશ્યામભાઈના આડા સબંધ હોય જેના કારણે હત્યા થયાની કબૂલાત કરી હતી. તપાસ દરમ્યાન આરોપીએ કબૂલાત કરી. હત્યાની કબૂલાત કરતા જ્યંતીભાઈ ડાભી વિરુદ્ધ હત્યા નો ગુન્હો દાખલ કરી પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.