શોધખોળ કરો

છોટાઉદેપુરઃ સવિતાએ પ્રેમી રમેશને મળવા માટે જંગલમાં બોલાવ્યો, પ્રેમી આવતાં જ......

ભૂતકાળમાં આ પ્રેમ સંબંધની જાણ રમેશ તડવીની પત્નીને થતાં જે તે સમયે સંબંધ નો અંત આવ્યો હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી ફરી મૃતક રમેશ તડવી પ્રેમિકા સાથે સંપર્ક બનાવવાની કોશિશ કરતાં ખૂની ખેલનો કારશો ઘડાયો. 

પાવીજેતપુરઃ લગ્નોત્તર પ્રેમ સંબંધના કારણે બે પરિવાર ઉજડયાની ઘટના બની છે. પ્રેમીની પ્રેમિકા અને તેના પતિએ હત્યા કરી નાંખી છે. આરોપી મહિલા પોલીસ ગિરફતમાં ગઈ તો આરોપી પતિએ આપઘાત કરી લેતાં બે પરિવાર ઉજળી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બાર ગામ નજીક જંગલમાં ચૂલીડેમ પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ રાઠવાનો મૃતદેહ મળ્યો. 

બનાવ અંગે પ્રથમ કદવાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી, પરંતુ પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં રમેશ તડવીની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો. પોલીસ તપાસમાં ચોકવાનારા ખુલાસા થયાં. મૃતક શિક્ષક રમેશ તડવીનો સવિતા રાઠવા સાથે પ્રેમ સંબંધ હતો. ભૂતકાળમાં આ પ્રેમ સંબંધની જાણ રમેશ તડવીની પત્નીને થતાં જે તે સમયે સંબંધ નો અંત આવ્યો હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી ફરી મૃતક રમેશ તડવી પ્રેમિકા સાથે સંપર્ક બનાવવાની કોશિશ કરતાં ખૂની ખેલનો કારશો ઘડાયો. 

સવિતાએ તેના પતિ રૂપસિંગ રાઠવા સાથે મળી કાવતરું ઘડ્યું અને રમેશ તડવીને બાર ગામ નજીક જંગલમાં મળવા માટે બોલાવ્યો, જ્યાં પતિ પત્નીએ રમેશ તડવીને માથામાં પથ્થર મારી તેનું ઢીમ ઢાળી દીધું. હત્યાની સનસનીખેજ ઘટનામાં પોલીસે ફોન કોલ ના આધારે સવિતાની ધરપકડ કરી જેની પૂછપરછ ચાલી જ રહી હતી. દરમિયાન હત્યાના આરોપમાં પતિ રૂપસિંગનું પણ નામ ખુલ્યું તેવામાં આરોપી રૂપસિંગની આત્મહત્યાના સમાચાર આવ્યા. 

રૂપસિંગે પોતાના ગામે ઝાડ ઉપર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું. હાલ તો અવૈદ્ય પ્રેમ સંબંધના કારણે બે લોકોના જીવ ગયા તો એક મહિલા જેલ ના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. તેવામાં આરોપીઓના ચાર સંતાનો નિરાધાર બન્યા છે અને બીજી તરફ  મૃતક શિક્ષક રમેશ તડવીના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

Embed widget