શોધખોળ કરો

Crime News: ફાઈનલ મેચ જોવા યુવકે લીધી હતી રજા, ભારતની હારથી તૂટ્યું દિલ, કરી લીધી સુસાઈડ

રાહુલના સંબંધી ઉત્તમ સૂરે જણાવ્યું હતું કે તે આ વિસ્તારમાં એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે રવિવારે રજા લીધી હતી.

Crime News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રવિવારે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની ટાઈટલ મેચમાં (World Cup 2023 Final) ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું (Australia beat India by 6 wickets) હતું. આ હારથી દુઃખી થઈને પશ્ચિમ બંગાળના 23 વર્ષીય યુવકે કથિત રીતે આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો હતો.. મૃતક યુવકના પરિવારજનોએ આ અંગે પોલીસને માહિતી આપી હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે (19 નવેમ્બર) રાત્રે લગભગ 11 વાગ્યે બાંકુરા જિલ્લાના બેલિયાતોર પોલીસ સ્ટેશન વિસ્તારના સિનેમા હોલ પાસે બની હતી. તેમણે જણાવ્યું કે મૃતક યુવકની ઓળખ રાહુલ લોહાર તરીકે થઈ છે.

મૃતક યુવક કપડાની દુકાનમાં નોકરી કરતો હતો

રાહુલના સંબંધી ઉત્તમ સૂરે જણાવ્યું હતું કે તે આ વિસ્તારમાં એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે રવિવારે રજા લીધી હતી. સુરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારથી દુઃખી થઈને તેણે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી.

પોલીસે શું કહ્યું

સુરે દાવો કર્યો હતો કે તેના જીવનમાં આવી કોઈ સમસ્યા નથી. પોલીસે જણાવ્યું કે રાહુલના મૃતદેહને સોમવારે (20 નવેમ્બર) સવારે પોસ્ટમોર્ટમ માટે બાંકુરા સંમિલાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે તપાસ ચાલુ હોવાનું કહીને મોતના કારણ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મેચમાં શું થયું?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મારંશ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 15 રન બનાવીને, ડેવિડ વોર્નર સાત રન બનાવીને, સ્ટીવ સ્મિથ ચાર રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે અણનમ બે રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તેણે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટીમ 11મી મેચમાં પાછળ રહી ગઈ હતી. ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં હાર્યું હતું.

ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝ માટે ભારતીય ટીમ થઈ જાહેર, સૂર્યકુમાર યાદવ કેપ્ટન, જાણો કોને કોને મળ્યું સ્થાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget