Crime News: દોસ્ત દોસ્ત ના રહા, સુરતમાં વિધિ કરી રૂપિયાનો વરસાદ થશે કહી મિત્રએ જ મિત્રની હત્યા કરી
Surat News: પોલીસ જે દિવસ થી રાહુલ તિવારી ગાયબ હતો તે દિવસ થી પોલીસે સીસીટીવીની ચકાસણી શરૂ કરી હતી. પોલીસને સીસીટીવી ફૂટેજમાં રાહુલ તિવારી સાથે એક શંકાસ્પદ ઈસમ દેખાયો હતો.
Surat News: ગત 13 તારીખના રોજ કામરેજના વાવ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગામ નજીકમાં રહેતા ઇસમે વિધિ કરી રૂપિયા વરસવાનું કહી ખેતરમાં લઈ જઈ મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી.આરોપી આખરે જિલ્લા એલ સી બી ના હાથે ઝડપાઇ ગયો હતો.
શું છે મામલો
ગત 13 તારીખના રોજ કામરેજના વાવ ગામે એક ખેતરમાંથી પોલીસને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ કરતા મૃતદેહ સુરતના કાપોદ્રા વિસ્તાર માં રહેતા રાહુલ તિવારીનો હોવાનું ખુલ્યું હતું. જોકે પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હત્યા કોણે કરી ? બીજું કે રાહુલ તિવારી ઘરેથી નીકળ્યા ત્યારે એમની પાસે 2 લાખ જેટલી રોકડ રકમ હોવાનું પરિવાર માંથી તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું ત્યારે પૈસા માટે તો હત્યા નથી કરવામાં આવી ને એ પોલીસ માટે કોયડો હતો.
મૃતક વીસીનો ધંધો કરતો હતો
રાહુલ તિવારી કાપોદ્રા વિસ્તારમાં વીસીનો ધંધો કરતો હતો. મૂળ મધ્યપ્રદેના રાહુલ તિવારીના ગામ નજીકમાં જ રહેતો ધર્મેન્દ્ર સિંહ પણ કાપોદ્રા ખાતે રહેતો હતો અને બંને વચ્ચે મિત્રતા હતી. મિત્રતાના કારણે રાહુલ તિવારીએ ધર્મેન્દ્ર સિંહને થોડા રૂપિયા ઉછીના આપ્યા હતા જે પરત માંગી રહ્યો હતો. જોકે પૈસા પાછા ન આપવા પડે એ માટે ધર્મેન્દ્ર સિંહે રાહુલ તિવારીને પોતાને પૈસા નો વરસાદ વરસાવવાની વિધિ આવડતી હોવાનું કહ્યું હતું અને વિધિ માટે 2 લાખ રૂપિયા લાવવા પડશે કહ્યું હતું.
પોલીસ જે દિવસ થી રાહુલ તિવારી ગાયબ હતો તે દિવસ થી પોલીસે સીસીટીવીની ચકાસણી શરૂ કરી હતી. પોલીસને સીસીટીવી ફૂટેજમાં રાહુલ તિવારી સાથે એક શંકાસ્પદ ઈસમ દેખાયો હતો જેની તપાસ કરતા એ ઈસમ ધર્મેન્દ્ર સિંહ હોવાનું ખુલ્યું હતું.પોલીસે ધર્મેન્દ્રસિંહની અટકાયત કરી પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો, અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી
ઘટનાના દિવસે રાહુલ તિવારી અને ધર્મેન્દ્ર સિંહ રિક્ષામાં બેસી ને કામરેજ આવવા નીકળ્યા હતા. બંને જણા નક્કી કરેલી જગ્યા એ પૈસા લઈ પહોંચ્યા હતા અને ખેતરમાં જઇ વિધિ શરૂ કરી હતી. વિધિ દરમિયાન ધર્મેન્દ્ર સિંહે રાહુલ તિવારીને બેધ્યાન કરી પાછળથી તીક્ષ્ણ હથિયારનો ઘા કરી દીધો હતો અને 2 લાખ રૂપિયા લઈ ફરાર થઇ ગયો હતો. પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આખરે આરોપીને ઝડપી પાડી આરોપી પાસે થી 1.98 લાખ રૂપિયા પણ કબ્જે લીધા હતા.