Crime News: નશીલો પદાર્થ સુંઘાડીને સગીરાને બેભાન કરી લઈ ગયા જંગલમાં, બનાવ્યો અશ્લીલ વીડિયો ને પછી...
UP Crime News: આરોપીએ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો. પીડિતા ભાનમાં આવી ત્યારે તેણે વિરોધ કર્યો. જે બાદ આરોપીએ વીડિયો વાયરલ કરવાની તથા તેના પિતા અને ભાઈની હત્યા કરવાની ધમકી આપી.
UP Crime News: બુલંદશહરમાં અહાર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં એક ગામમાં ઘરેથી ભાગવત કથા સાંભળવા ગયેલી કિશોરીને બેભાન કરી તેના જ ગામના બે યુવકોએ અપહરણ કર્યુ હતું. જે બાદ ખેતરમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ કર્યુ હતું. આરોપીએ પીડિતાનો વીડિયો પણ બનાવી લીધો હતો. પોલીસ ફરિયાદ કરીશ તો તારા ભાઈ તથા પિતાની હત્યા કરી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી.
શું છે મામલો
એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, તેની સગીર દીકરી ગામમાં ભાગવત કથા સાંભળવા ગઈ હતી. સાંજે 6 વાગે ટોયલેટ જવા માટે કથા મંડપથી બહાર નીકળી હતી. આ સમયે ગામના જ આરોપી સચિન અને કાળુએ નશીલો પદાર્થ સુંઘાડીને બેભાન કરી હતી. જે બાદ તેને જંગલમાં લઈ ગયા અને ત્યાં આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું.
આ દરમિયાન આરોપીએ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો. પીડિતા ભાનમાં આવી ત્યારે તેણે વિરોધ કર્યો. જે બાદ આરોપીએ વીડિયો વાયરલ કરવાની તથા તેના પિતા અને ભાઈની હત્યા કરવાની ધમકી આપીને તેને ત્યાં છોડીને ભાગી ગયા. પીડિતાએ ઘરે આવીને સમગ્ર ઘટના જણાવી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપી હતી. જ્યારે આરોપીઓની શોધખોળ શરૂ છે.
કોરોનાનો મળશે ફ્રી બૂસ્ટર ડોઝ
મોદી સરકારે હવે કોરોના રસીના બૂસ્ટર ડોઝને લઇને મોટો નિર્ણય લીધો છે. હવે તમામ લોકો માટે મફતમાં બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવામાં ભારતે મદદ કરી ? જાણો શું કરી સ્પષ્ટતા
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
