શોધખોળ કરો

Crime News: યુવકને પાડોશમાં રહેતી યુવતી સાથે બંધાયા સંબંધ, યુવતીના પિતાનું મોત થતાં પિતાના મિત્રે યુવતીને.......

યુવતીના પિતાએ પ્રેમીના બદલે અન્ય યુવક સાથે લગ્ન કરાવી દેતા વિફરેલા પ્રેમીએ પ્રેમિકાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો

Crime News: અમદાવાદના ગોમતીપુરમાં પ્રેમ પ્રકરણની અનોખી ઘટના સામે આવી છે. યુવકને તેની ચાલીમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવતીના પિતાએ પ્રેમીના બદલે અન્ય યુવક સાથે લગ્ન કરાવી દેતા વિફરેલા પ્રેમીએ પ્રેમિકાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેને લઈ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શું છે મામલો

ગોમતીપુરમાં રહેતા આધેડ એક કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા તે તેની માસીના ઘરે હતો ત્યારે તેના મિત્રના ફોનમાં ફોન આવ્યો હતો. જે બાદ મિત્રએ તેને કહ્યું કે, આપણી ચાલીમાં રહેતો સરફરાઝ તારી સાથે વાત કરવા માંગે છે. તું ચાલીની બહાર જા. જેથી તેઓ આરોપીને મળવા આવ્યા ત્યારે તેણે છાતી તેમજ કમરના ભાગે ચપ્પાના ઘા માર્યા હતા. આ સમયે તેને બચાવવા વચ્ચે પડનારાને પણ બિભત્સ શબ્દો બોલીને તે નાસી ગયો હતો.

આ અંગે યુવતીના પિતાના મિત્રેએ આરોપી સામે ફરિય.દ નોંધાવી હતી. યુવતીના પિતાએ તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી દેતાં તેની અદાવતમાં યુવકે હુમલો કર્યો હતો.

ધંધુકાના કિશન ભરવાડની હત્યામાં સામેલ પાકિસ્તાનનો પક્ષ ‘તહરીક-એ-લબ્બૈક’ કેમ છે કુખ્યાત ? જાણો આખી કરમકુંડળી

ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે. હવે આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં  જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ થતાં અનેક ખુલાસા થયા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સંગઠનો મુંબઈ, દિલ્લી અને યુપીમાં પણ કટ્ટરવાદી સંગઠન ચલાવતા હોવાની માહિતી બહાર આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું અનુમાન છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હોવાનું અનુમાન છે.

આ સંગઠનના પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.  વીકિપીડિયા મુજબ ‘તહરીક-એ-લબ્બૈક’પાકિસ્તાનમાં કટ્ટરપંથી-જમણેરી ઇસ્લામિક ઉગ્રવાદી રાજકીય પક્ષ છે. તેની સ્થાપના ઓગસ્ટ 2015માં ખાદિમ હુસૈન રિઝવી દ્વારા કરવામાં આવી હતી. 2018ની પાકિસ્તાની સામાન્ય ચૂંટણીમાં તે પાંચમી સૌથી મોટી પાર્ટી બની હતી.

તહરીક-એ-લબૈકની શરૂઆત ઇસ્લામિક સામાજિક-રાજકીય ચળવળ તરીકે થઈ હતી. તહરીક-એ-લબૈક પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદામાં કોઈપણ ફેરફાર સામે વિરોધ પ્રદર્શન માટે જાણીતું છે. પાકિસ્તાનમાં ધીમે ધીમે કાનૂની અને રાજકીય પ્રક્રિયા દ્વારા શરિયાને ઇસ્લામિક મૂળભૂત કાયદા તરીકે સ્થાપિત કરવામાં આવે તેવી આ સંગઠન માંગ કરે છે. પાર્ટીના મોટાભાગના સભ્યો બરેલવી ચળવળ સાથે જોડાયેલા છે અને તેણે 2018ની ચૂંટણીમાં 22 લાખથી વધુ મત મેળવ્યા હતા. પ્રતિબંધિત થયા પછી પણ TLPને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી અને કરાચી પેટાચૂંટણીમાં ત્રીજું સ્થાન મેળવ્યું. પાકિસ્તાન સરકારે 2021માં 15 એપ્રિલના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. 7 નવેમ્બર 2021ના રોજ, પાકિસ્તાન સરકારે TLPના પ્રોસ્રિબ્ડ સ્ટેટસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો અને તેનું સ્ટેટસ પૂર્વવત કર્યુ હતું.

તહરીક-એ-લબ્બેક સાથે જોડાયેલા વિવાદ

ખત્મ એ નબુવત બિલ

ઓક્ટોબર 2017 માં, પાકિસ્તાનની સરકારે તેના 2017 ચૂંટણી બિલમાં વિવાદાસ્પદ ભાષામાં ફેરફાર કર્યો હતો. ઇસ્લામિક તહરીક-એ-લબૈક પાકિસ્તાન અને તેના નેતા ખાદિમ હુસૈન રિઝવીએ નવી ભાષાનો સખત વિરોધ કર્યો, અને કાયદામાં ફેરફાર કરનારા પાકિસ્તાનના કાયદા અને ન્યાય પ્રધાન ઝાહિદ હમીદના રાજીનામાની માંગ કરી.

મંત્રીની હત્યાનો પ્રયાસ

મે 2018માં મંત્રી અહેસાન ઇકબાલને તેમના મતવિસ્તારમાં એક રાજકીય રેલીમાં ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ સર્જરી માટે તેમને નારોવાલથી લાહોર એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. હુમલાખોર તહરીક-એ-લબૈક સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું, તેની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

માર્ચ 2019માં, બહાવલપુરની સરકારી સાદિક એગર્ટન કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થી ખતીબ હુસૈને એક જીવલેણ અથડામણમાં એસોસિયેટ પ્રોફેસર ખાલિદ હમીદને છરો માર્યો હતો. ખતીબ હુસૈન હત્યા પહેલા વકીલ અને TLPના વરિષ્ઠ સભ્ય ઝફર ગિલાનીના સંપર્કમાં હતો અને તેણે Whatsapp પર આ કૃત્ય માટે મંજૂરી મેળવી હતી.  

2018 માં ચારસદ્દામાં ઇસ્લામિયા કોલેજના આચાર્ય સરીર અહેમદની 17 વર્ષીય વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આચાર્યએ તેને વર્ગોમાં હાજર ન રહેવા બદલ ઠપકો આપ્યો હતો. મીડિયા ચેનલોના અહેવાલો અનુસાર, આચાર્યએ  વિદ્યાર્થીને ટીએલપી દ્વારા યોજાયેલી રેલીઓમાં ભાગ લેવા વર્ગ છોડવા બદલ ઠપકો આપ્યો હતો. જેને લઈ તેણે આ કૃત્ય કર્યુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
Embed widget