Crime News: સુરતમાં નિષ્ઠુર માતાએ પાપ છૂપાવવા નવજાતને બિલ્ડિંગ પરથી નીચે ફેંક્યો
સુરતના મગદલ્લા ગામમાં નિષ્ઠુર માતા પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દેવાઈ હોવાની ચર્ચા છે
![Crime News: સુરતમાં નિષ્ઠુર માતાએ પાપ છૂપાવવા નવજાતને બિલ્ડિંગ પરથી નીચે ફેંક્યો Crime News: Mother throws newborn from building in Surat Crime News: સુરતમાં નિષ્ઠુર માતાએ પાપ છૂપાવવા નવજાતને બિલ્ડિંગ પરથી નીચે ફેંક્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/a1cef6bfacb94916596fab858ab94b96167090488235274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતમાં બાળકને ફેંકી દેવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મળતી જાણકારી અનુસાર, સુરતના મગદલ્લા ગામમાં નિષ્ઠુર માતા પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દેવાઈ હોવાની ચર્ચા છે. મગદલ્લામાં નવજાત ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું હતું. જે બાદ ઉમરા પોલીસે તપાસ કરતા બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. બાળકને નીચે ફેંકી દેવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેથી પોલીસે એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરી છે.
લીંબડીમાં અજાણ્યા શખ્સો બે યુવકો પર કર્યું ફાયરિંગ
સુરતમાં સગા માસાએ 10 વર્ષીય ભત્રીજી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ
સુરતમાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરામાં સગા માસા એ જ 10 વર્ષીય કિશોરીની લાજ લેવાનો પ્રયાસ ચકચાર મચી ગઈ છે. કિશોરી સાથે બળજબરી પૂર્વક વિકૃત માસાએ હોઠ પર બચકાં ભર્યા હતા. બાળકીને હોંઠ પર ઇજાઓ થતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ ઘટનાની જાણ પરિવારને થતાં જ બાળકીની માતાએ પાંડેસરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે ગુનો નોંધી માસાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમપ્રકરણનો કરુણ અંજામ
પાટડી તાલુકાના પાનવા ગામના યુવક અને યુવતીએ બજાણા રેલવે ક્રોસિંગ પર આત્મહત્યા કરતા મોત નિપજ્યું છે. પરણિત યુવતી અને અપરણિત યુવકે સજોડે આત્માહત્યા કરતા ચકચાર મચી છે. બન્ને પ્રેમ પ્રકરણમાં હોય એક ન થઈ શકતા આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ છે. બન્ને મૃતદેહનો કબજો લઈ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બન્ને મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
કાનપુરમાં પતિની હત્યા માટે પત્નીએ પોતાના પ્રેમીને આપી સોપારી
કાનપુરના ઋષભ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. સપનાએ પતિની હત્યા કરવા માટે તેના પ્રેમી રાજ કપૂરને ત્રણ લાખની સોપારી આપી હતી. રાજ કપૂર ઉર્ફે રાજુની વોટ્સએપ ચેટમાંથી આ વાતનો ખુલાસો થયો છે. રાજુએ પૂછપરછ દરમિયાન ગુનો પણ કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે 27 નવેમ્બરે તેણે નેરવાલના રહેવાસી તેના કર્મચારી સત્યેન્દ્ર વિશ્વકર્મા ઉર્ફે સીતુ સાથે મળી ઋષભ પર હુમલો કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. આ પછી સારવાર દરમિયાન ઈન્જેક્શન અને દવાઓના ઓવરડોઝથી ઋષભનું મોત થયું હતું. કલ્યાણપુર ખુર્દના મેડિકલ સ્ટોર ડાયરેક્ટર સુરેન્દ્ર સિંહ યાદવે પણ આમાં મદદ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યા હતા. DCP પશ્ચિમ વિજય ધુલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઋષભ તિવારી તેની પત્ની સપના પાંડે સાથે શિવલી રોડ પર રહેતો હતો. ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે પોલીસ વિભાગમાં સ્ટેનો રહેલા સસરાને દવાઓનો ઓવરડોઝ આપીને સપનાએ થોડા દિવસ અગાઉ હત્યા કરી હતી પરંતુ કોઇને ખ્યાલ આવ્યો નહોતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)