(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: મહેમદાવાદમાં મંદિરના સેવકની હત્યાથી ચકચાર, જાણો વિગત
ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ઘડિયા સાથે કપડવંજ DYSP અને જિલ્લા LCB નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Kheda Crime News: મહેમદાવાદમાં મંદિ ના સેવકની હત્યા થઇ છે. મહેમદાવાદ વાત્રક નદી કિનારે આવેલ ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર ઘટના બની હતી. નદી કિનારે નાનું મંદિર બનાવી રહેતા પૂજારીનું બોથડ પદાર્થ મારી મોત નીપજાવવામાં આવ્યું હતું. રાત્રીના સમયે ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હનુમાનજીનું નાનું મંદિર બનાવી સેવા કરતા 55 વર્ષીય કાળુભાઇ ફુલાભાઇ ભોઈને મોં અને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોત નીપજાવાયું હતું. મહેમદાવાદ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ઘડિયા સાથે કપડવંજ DYSP અને જિલ્લા LCB નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના છાણી ગામ બારિયા વગામાં સાયકલ હટાવવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા લાકડી વડે સામસામે થયેલા હુમલામાં ત્રણને ઇજા પહોંચી હતી. છાણી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.છાણી ગામ બારિયા વગામાં રહેતા રાજુભાઇ મોતીભાઇ સોલંકીએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.27 મી એ સાંજે સાડા સાત વાગ્યે અમારા પાડોશમાં રહેતા માનસીંગભાઇ દલસુખભાઇ સોલંકીએ અમારા ભત્રીજા વહુ ભાવનાબેનને મોટેથી બૂમ પાડીને કહ્યું હતું કે, વરંડામાં સાયકલ મૂકી છે,તે હટાવી લો. ભાવનાબેને કહ્યું હતું કે, આ જગ્યા તમારી માલિકીની નથી તો તમે કેમ સાયકલ હટાવવાનું કહો છો ? દરમિયાન માનસીંગભાઇના દીકરાઓ મહેશ,સુરેશ તથા સુરેશની વહુ ધર્મિષ્ઠા દોડી આવી ગાળો બોલવા લાગ્યા હતા. મહેશ અને સુરેશે લાકડી વડે મારા પર હુમલો કરી કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. મારી ભત્રીજીને પણ કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. માનસીંગ અને ધર્મિષ્ઠાબેને પણ ગાળો બોલી માર માર્યો હતો. તેઓએ ધમકી આપી હતી કે, આજે તો તમને પતાવી દેવાના જ છે. મેં બૂમાબૂમ કરતા મારી દીકરી દક્ષા અને અન્ય લોકોએ દોડી આવી અમને છોડાવ્યા હતા.જ્યારે સામા પક્ષે ધર્મિષ્ઠાબેને ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,અમારા ઘરના આવવા જવાના રસ્તા પર મૂકેલી સાયકલ હટાવી લેવાનું પાડોશમાં રહેતા ભાવનાબેનને કહેતા તેમણે ભાવનાબેન, તેમના કાકા રાજુભાઇ તથા પતિ જીજ્ઞોશભાઇએ ઝઘડો કરી લાકડી અને ઇંટ વડે હુમલો કર્યો હતો.