પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન
બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની કેનેડાની શાસક પાર્ટી લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા છે.

બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની કેનેડાની શાસક પાર્ટી લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા છે. આ સાથે તેઓ દેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે, જેમણે આ વર્ષની શરૂઆતમાં પદ પરથી રાજીનામું આપ્યું હતું. 59 વર્ષીય કાર્નીને સભ્યોના 86 ટકા મત મેળવ્યા હતા.
Canada's Liberal Party elects Mark Carney as its leader, to replace Trudeau as PM
— ANI Digital (@ani_digital) March 9, 2025
Read @ANI Story | https://t.co/9VspbRK0xM#MarkCarney #Canada #LiberalParty #JustinTrudeau pic.twitter.com/tHqA3DEvi7
રાજકારણમાં નવા આવેલા કાર્નીએ દલીલ કરી હતી કે તેઓ પક્ષને પુનર્જીવિત કરવા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર વાટાઘાટોનું નેતૃત્વ કરવા માટે સૌથી યોગ્ય છે, જે કેનેડાના નિકાસ-આધારિત અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે તેવા વધારાના ટેરિફની ધમકી આપી રહ્યા છે.
કેનેડામાં આ પહેલી વાર છે જ્યારે કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ વગરના બહારના વ્યક્તિને વડા પ્રધાન બનાવવામાં આવશે. કાર્નીએ કહ્યું કે બે G7 સેન્ટ્રલ બેન્કોના ગવર્નર તરીકે સેવા આપનારા પ્રથમ વ્યક્તિ તરીકેનો તેમનો અનુભવ તેમને ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે સૌથી યોગ્ય બનાવે છે.
કોણ છે માર્ક કાર્ની?
માર્ક કાર્નીનો જન્મ કેનેડાના ઉત્તરપશ્ચિમ પ્રદેશોના ફોર્ટ સ્મિથમાં થયો હતો. તેમનું બાળપણ એડમન્ટનમાં વિત્યું હતું. આ પછી તેઓ અમેરિકા ગયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. બાદમાં તેઓ યુનાઇટેડ કિંગડમ ગયા જ્યાં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 1995માં અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને પછી ડોક્ટરેટની પદવી મેળવી હતી. કાર્નીને 2008માં બેન્ક ઓફ કેનેડાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેમના નેતૃત્વને ઝડપથી માન્યતા મળી અને 2010માં ટાઇમ મેગેઝિને તેમને વિશ્વના 25 સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક તરીકે નામ આપ્યું. 2011માં રીડર્સ ડાયજેસ્ટ કેનેડાએ તેમને મોસ્ટ ટ્રસ્ટેડ કેનેડિયન જાહેર કર્યા અને 2012માં યુરોમની મેગેઝિને તેમને "સેન્ટ્રલ બેન્ક ગવર્નર ઓફ ધ યર" જાહેર કર્યા હતા. 2013માં, કાર્ની બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બન્યા હતા. તેઓ સંસ્થાના ૩૦૦ વર્ષના ઇતિહાસમાં નેતૃત્વ કરનાર પ્રથમ બિન-બ્રિટિશ નાગરિક બન્યા હતા. તેમણે 2020 સુધી આ પદ પર કામ કર્યું હતું.
તાજેતરના વર્ષોમાં માર્ક કાર્ની બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ ખાતે યુએનના ખાસ દૂત, ક્લાઇમેટ એક્શન અને ફાઇનાન્સ અને ટ્રાન્ઝિશન ઇન્વેસ્ટિંગના વડા જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. જોકે, તેમણે આ પદો પરથી રાજીનામું આપવાનું અને કેનેડાની લિબરલ પાર્ટીના નેતા બનવાની રેસમાં જોડાવાનું નક્કી કર્યું હતું.
ટ્રુડોએ તેમના વિદાય ભાષણમાં આ વાતો કહી હતી
સોમવારે કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ તેમનું છેલ્લું ભાષણ આપ્યું. તેમના વિદાય ભાષણમાં ટ્રુડોએ લોકોને દેશના ભવિષ્યમાં જોડાયેલા રહેવા વિનંતી કરી હતી. લિબરલ પાર્ટીના સભ્યોની ભીડને સંબોધતા ટ્રુડોએ તેમના કાર્યકાળ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું, "મને ખોટો ના સમજો, છેલ્લા 10 વર્ષમાં આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના પર મને ખૂબ ગર્વ છે. પરંતુ આજની રાત એક પક્ષ તરીકે, એક દેશ તરીકે આપણા ભવિષ્ય વિશે છે." તેમણે આર્થિક ચિંતાઓને સંબોધિત કરી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો સૂક્ષ્મ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "આપણે એક એવા દેશ છીએ જ્યાં જ્યારે પણ લડવું પડશે, ત્યારે આપણે આગળ વધીને લડીશું.





















