શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

CRIME NEWS: સુરતમાં માનસિક બીમાર યુવતી સાથે યુવકે શારીરિક છેડતી કરતા ખળભળાટ

CRIME NEWS: સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માનસિક બીમાર યુવતી સાથે શારીરિક છેડતીની ઘટના બની છે. ભાઈ બહેન બહાર જવા નીકળ્યા હતા ત્યારે બિલ્ડીંગની નીચે ભાઈ માનસિક બીમાર બહેનને ઉભી રાખી પાન ખાવા ગયો હતો.

CRIME NEWS: સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માનસિક બીમાર યુવતી સાથે શારીરિક છેડતીની ઘટના બની છે. ભાઈ બહેન બહાર જવા નીકળ્યા હતા ત્યારે બિલ્ડીંગની નીચે ભાઈ માનસિક બીમાર બહેનને ઉભી રાખી પાન ખાવા ગયો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે માનસિક બીમાર બહેન સાથે છેડતી કરી હતી. સમગ્ર મામલે ઉમરા પોલીસને જાણ કરાતા પોલીસે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી છે.

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગમાં ભાઈ બહેન રહે છે. બહેન માનસિક બીમાર છે. બંને ભાઈ બહેન એક સાથે બહાર જવા નીકળ્યા હતા ત્યારે ભાઈને પાન ખાવું હોવાથી બહેનને બિલ્ડીંગના નીચે જ ઉભી રાખી પાન ખાવા ગયા હતા. પાન ખાઈ પરત ફરતા બહેન બિલ્ડિંગ નીચે મળી આવી ન હતી ભાઈએ આજુબાજુના વિસ્તારમાં બહેનની શોધખોળ હાથ ધરી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ હાલતમાં બહેન મળી આવી હતી. માનસીક બીમાર બહારના શરીર પર લાલ ચમાકા જેવા નિશાન જોવા મળી આવ્યા હતા જેને જોતા ભાઈ ચોકી ઉઠ્યો હતો.

સમગ્ર મામલે છેડતીનો ભોગ બનનાર યુવતીના ભાઈએ ઉમરા પોલીસ મથકે જાણ કરી હતી. ઉમરા પોલીસે ગંભીરતા દાખવી અજાણ્યા ઈસમ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં 31 વર્ષીય ઓમ પ્રકાશ શર્મા નામના યુવકે માનસિક બીમાર યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ખુલાસો થયો હતો. આરોપી ઓમ પ્રકાશ શર્માએ યુવતી માનસિક બીમાર હોવાથી તેનો લાભ ઉઠાવ્યો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદ લઈ આરોપી વિરોધ ઝડપથી ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. 

રાજકોટમાં મહિલાનો ચોંકાવનારો આક્ષેપ

રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા કહ્યું કે, મારો પતિ દારૂનો નશો કરી અકુદરતી સેક્સ માણે છે. આ ઉપરાંત પ્રાઈવેટ પર પાર્ટ પર માર મારતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મહિલાના સંતાનોમાં બે દીકરીઓ છે. પોતાનો પતિ મોબાઈલમાં બીભત્સ વીડિયો જોઈને વિચિત્ર માંગ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ ઉપરાંત સગીર દીકરીઓની હાજરીમાં જાતીય સંબંધ બાંધવાની માંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાના આક્ષેપ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ વડોદરા રેલવે લાઇન ઉપર 45 વર્ષના વ્યક્તિનું ટ્રેનની અડફેટે મોત

આણંદ વડોદરા રેલવે લાઇન ઉપર 45 વર્ષના વ્યક્તિનું ટ્રેનની અડફેટે મોત થયું છે. ઘટનાની જાણ આણંદ શહેર પોલીસને થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ માટે પોલીસે પરિજનોની શોધખોળ હાથ ધરી છે. 45 વર્ષના વ્યક્તિ ટ્રેનની અફડેટે આવતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.

મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ

રબીમાં સગીરાને ખોટું નામ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.  યુવકે અશોક નામ આપી યુવતી સાથે પાંચ વર્ષ પહેલા વાતચીત શરુ કરી હતી. બાદમાં ઈન્દિરાનગર વિસ્તારમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને માતા અને ભાઈને પણ મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અવનારવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાદમાં યુવતીને ખબર પડી કે યુવકનું નામ આશીફ મામદભાઈ મકરાણી છે. જેને લઈ યુવતીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડાBhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશોAustralia News: હવે 16 વર્ષથી ઓછી વયના બાળકો નહીં કરી શકે સોશિયલ મીડિયાનો ઉપયોગ,જુઓ નવો કાયદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ
Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ
Android ફોન ધરાવતા લોકોને સરકારે કર્યા એલર્ટ, ડેટા લીકનો છે ખતરો
Android ફોન ધરાવતા લોકોને સરકારે કર્યા એલર્ટ, ડેટા લીકનો છે ખતરો
Embed widget