શોધખોળ કરો

Karnataka: કોલેજના વોશરૂમમાં હિડન કેમેરા લગાવી, વિદ્યાર્થિનીઓના બનાવ્યાં વીડિયો, જાણો શું છે સમગ્ર મામલો

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિદ્યાર્થી ભૂતકાળમાં પણ અશ્લીલ વીડિયો બનાવતો પકડાયો છે. જો કે, લેખિત માફી માંગ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. આ વખતે પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.

Karnataka:પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિદ્યાર્થી ભૂતકાળમાં પણ અશ્લીલ વીડિયો બનાવતો પકડાયો છે. જો કે, લેખિત માફી માંગ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. આ વખતે પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.

કર્ણાટકમાં એક ખાનગી કોલેજના વિદ્યાર્થીની વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવવા બદલ અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપી વિદ્યાર્થી કોલેજના વોશરૂમમાં હિડન  કેમેરાની મદદથી તેમનો અશ્લીલ વીડિયો બનાવતો હતો. તેના મોબાઈલમાંથી 1200થી વધુ અશ્લીલ વીડિયો અને ફોટા મળી આવ્યા છે. આરોપીની ઓળખ શુભમ એમ આઝાદ તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શુભમ પર તેની ગર્લફ્રેન્ડ સાથે હતી ત્યારે તેની અશ્લીલ તસવીરો ક્લિક કરવાનો પણ આરોપ છે. શુભમ તાજેતરમાં જ વોશરૂમમાં છુપો કેમેરા લગાવતા ઝડપાયા બાદ ભાગી ગયો હતો.

આરોપી અગાઉ પકડાઈ ચૂક્યો છે

પોલીસનું કહેવું છે કે હોસાકેરેહલ્લી પાસેની એક કોલેજમાં બનેલી ઘટના મુજબ, આરોપી વિદ્યાર્થી ભૂતકાળમાં પણ આવું કરતો પકડાઈ ચૂક્યો છે. ત્યારબાદ લેખિત માફી માંગ્યા બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે કોલેજના પ્રોફેસરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને આરોપી વિદ્યાર્થીના મોબાઈલમાંથી 1200થી વધુ વીડિયો અને તસવીરો મળી છે. પોલીસને શંકા છે કે આરોપી શુભમ પાસે વધુ વીડિયો હોઈ શકે છે.

શુભમ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે

પોલીસ અધિકારી પી કૃષ્ણકાંતે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને મોબાઈલની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. શુભમ બિહારનો વતની છે અને એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.

Rajkot: રાજકોટમાં બુકાનીધારી વ્યક્તિએ લિફ્ટમાં યુવતીની છેડતી કરતા ચકચાર

રાજકોટ: રંગીલા રાજકોટના પોશ વિસ્તારમાં એક અભદ્ર ઘટના સામે આવી છે. રાજકોટના અમીન માર્ગ પર આવેલ ઇન્ફીનિયમ એપાર્ટમેન્ટમાં બનેવી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં એક બુકાની ધારી શખ્સે યુવતી સાથે છેડતી કરી છે. યુવતીએ વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખ્સે યુવતીનું ગળું દબાવી ફડાકા ઝીંકી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હાલમાં માલવિયા નગર પોલીસે યુવતીની ફરિયાદ પરથી વિકૃત શખ્સની શોધખોળ શરૂ કરી છે.

મારી પત્ની પાસે દિલ નથી

ગાંધીનગરમાં પિતાએ બે સંતાનો સાથે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં શ્રમજીવી યુવકે ચાર અને છ વર્ષના બાળકોને સાથે રાખી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવકે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, પત્ની પાસે દિલ નથી, મને કહેતી હતી કે, તું મરી જાય તો મારે શું...? ગાંધીનગરના પરઢોલ ગામના યુવકે બે સંતાનો સાથે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. યુવકના આત્મહત્યા પાછળ ઘરકંકાસ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.  પોલીસે આ મામલે તપાસ  શરૂ કરી હતી.

શ્રદ્ધાને 2 વર્ષ પહેલા જ આવી ગયો હતો અંદાજ

શ્રદ્ધાની હત્યા કર્યા પછી લાશના 35 ટુકડા કરી નાખ્યા અને તેને ફેંકી દીધા પછી, આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેની હત્યા સંબંધિત પુરાવાઓ બહાર આવવાની સંભાવના છે. આ સાથે જ શ્રદ્ધાએ મુંબઈ પોલીસમાં આફતાબ વિશે ફરિયાદ કરી હતી, જેનો ખુલાસો થયો છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને કહ્યું હતું કે તેના જીવને ખતરો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આફતાબ પૂનાવાલાના પરિવારજનો દિલ્હીમાં જ છે. તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પરિવાર વિશે જે તથ્યો સામે આવ્યા છે તેના આધારે તેમની ફરી પૂછપરછ થઈ શકે છે. શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી કે આફતાબના પરિવારને ખબર હતી કે તે તેની હત્યા કરવા માંગે છે.

શ્રદ્ધાએ આફતાબના પરિવાર પર આરોપ લગાવ્યો હતો
શ્રદ્ધાએ ફરિયાદમાં લખ્યું હતું કે આફતાબ મને મારી નાંખવા માંગે છે અને મારી નાખ્યા બાદ મારા શરીરના ટુકડા કરી નાખવાની ધમકી આપે છે. તેના માતા-પિતાને પણ આ બધું ખબર છે, તેઓ પણ વીકએન્ડ પર આવે છે. મને લાગતું હતું કે તે જલ્દી લગ્ન કરશે અને મને તેના પરિવારના આશીર્વાદ પણ મળશે તે કારણે હું તેની સાથે અત્યાર સુધી રહી પરંતુ હવે હું તેની સાથે રહેવા તૈયાર નથી. શ્રદ્ધાએ લખ્યું હતું કે તે છેલ્લા છ મહિનાથી સતત મારી સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરી રહ્યો છે. તે હવે મને બ્લેકમેલ કરી રહ્યો છે. જ્યારે પણ તે મને ગમે ત્યાં જુએ છે. તે મને દુઃખ પહોંચાડે છે. તે મને ગમે ત્યારે મારી નાંખશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Embed widget