શોધખોળ કરો
કુતિયાણાઃ 31 વર્ષીય યુવતીની એકલતાના લાભ લઈ યુવકે ગુજાર્યો બળાત્કાર, ઘટના સામે આવતાં આખા ગામમાં હાહાકાર
આ અંગે યુવક સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે. બીજી તરફ આ ઘટનાને પગલે નાના એવા ચૌટા ગામમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રતિકાત્મક તસવીર.
કુતિયાણાઃ પોરબદર જિલ્લામાં 31 વર્ષીય યુવતી પર યુવકે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. કુતિયાણાના ચૌટા ગામે 31 વર્ષીય યુવતી પર દુષ્કર્મ થયો છે. યુવતીની એકલતાનો લાભ લઈને યુવકે યુવતીને હવસનો શિકાર બનાવી હતી. આ અંગે યુવક સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે. બીજી તરફ આ ઘટનાને પગલે નાના એવા ચૌટા ગામમાં ખળભળાટ મચી ગયો છે. કુતિયાણા પોલીસે આરોપી સામે બળાત્કારનો ગુનો નોંધી યુવકને ઝડપી લીધો છે. બળાત્કારનો ભોગ બનેલી યુવતી માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો





















