શોધખોળ કરો
પતિએ છોડી દીધેલી યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીએ પ્રેમી સામે કરી એવી માગણી કે જાણીને ચોંકી જશો
એક દિવસ તેમના દરરોજના ગ્રાહક નિતેશ કુમારે પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવા બાળકનું અપહરણ કરીને પ્રેમિકાને ગિફ્ટ કર્યુ હતું.

પ્રતિકાત્મક તસવીર.
પટનાઃ બિહારના હાજીપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગર્લફ્રન્ડની ઇચ્છા પૂરી કરવા માટે પ્રેમી અપહરણકર્તા બની ગયો હતો. ઘટના બિહારના હાજીપુરના જઢૂઆ બજારની છે. અહીં ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં બાળક જોઇતું હતું. ગર્લફ્રેન્ડની ઇચ્છા પૂરી કરવા માટે પ્રેમી કિડનેપર બની ગયો હતો અને તે રોજ બર્ગર ખાવા જતો હતો તે દુકાનદારના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી લીધું. જોકે પોલીસે આ મામલે પ્રેમી-પ્રેમિકાની ધરપકડ કરીને બાળકનો સલામત રીતે છુટકારો કરાવ્યો હતો. મળતી વિગત પ્રમાણે, જઢૂઆ બજારમાં બર્ગર સ્ટોલ ધરાવતા પ્રમોદ શર્માના પુત્રનું ચાર મહિના પહેલા અપહરણ રાયું હતું. આઝમગઢમાં રહેતા પ્રમોદ શર્મા હાજીપુરમાં બર્ગર વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક દિવસ તેમના દરરોજના ગ્રાહક નિતેશ કુમારે પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવા બાળકનું અપહરણ કરીને પ્રેમિકાને ગિફ્ટ કર્યુ હતું. આરોપી પ્રેમીની પ્રેમિકાને બાળક થતું ન હોવાથી તેના પતિએ છૂટાછેડા આપી દીધા હતા. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને પ્રમિકાએ પ્રેમીને સચ્ચાઈ જણાવીને બાળકની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રેમિકાએ બાળકની ઇચ્છા વ્યક્ત કરતા પ્રેમમાં પાગલ બોયફ્રેન્ડે જઢૂઆ માર્કેટના બર્ગરના દુકાનદારના દીકરાને ઉઠાવી લીધું અને ગર્લફ્રેન્ડે ગિફ્ટ કરી દીધું. ચાર મહિના બાદ બને વચ્ચે વિવાદ થતાં બાળકના અપહરણનો ભાંડો ફૂટી ગયો. પોલીસને ઘટનાની જાણ થતાં મામલાની તપાસમાં લાગી હતી અને રંગેહાથ પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરીને બાળકને તેમના માતા-પિતાને સોંપી દીધું હતું. પોતાનું બાળક સકુશળ મળી આવ્યા બાદ માતા-પિતા ખુશીના માર્યા રડી પડ્યા હતા અને પ્રેમી-પ્રેમિકાને પોલીસે જેલમાં ધકેલી દીધા હતા.
વધુ વાંચો





















