Crime News: મામાના સંબંધને લાગ્યું લાંછન, 10 વર્ષની ભાણી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ
Maharashtra: ખામગાંવ સિટી પોલીસે આરોપી મામા વિરુદ્ધ IPC કલમ 376 (A), 377, 376 (I) સંબંધિત કલમ 4,6,8 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Maharashtra: ખામગાંવ સિટી પોલીસે આરોપી મામા વિરુદ્ધ IPC કલમ 376 (A), 377, 376 (I) સંબંધિત કલમ 4,6,8 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બુલઢાણાઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ખામગાંવ શહેરમાં મામા ભાણીને લાંછન લગાડતી ઘટના બની છે. અહીં 40 વર્ષના મામાએ તેની 10 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં આરોપી મામાની ધરપકડ કરી છે. બાળકીના મામા પુણેમાં નોકરી કરે છે. તે તેની બહેનના ઘરે વેકેશન ગાળવા આવ્યો હતો. દરમિયાન એક દિવસ મોકો મળતાં તેણે આ જઘન્ય કૃત્ય કર્યું હતું.
8 એપ્રિલની રાત્રે, તે તેની 10 વર્ષની ભાણીને નજીકના બીજા રૂમમાં લઈ ગયો અને ત્યાં પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. આ દુષ્કર્મ બાદ તે તરત જ ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાએ આ ઘટના તેની માતાને જણાવી હતી. આ પછી પીડિતાની માતાએ શહેર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
Surat : પત્નીના પ્રથમ લગ્ન અને પરપુરુષ સાથેના સંબંધો DNAમાં આવ્યા બહાર, પતિએ પત્ની સામે દુષ્કર્મનો કેસ દાખલ કરવા ફરિયાદ નોંધાવ
વડોદરા શહેરમાં અને સમગ્ર દેશમાં કાર્યરત વડોદરાની સંસ્થા સેવ ઈન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પત્ની પીડિતા પુરુષોને ન્યાય અપાવવા કામગીરી કરવામાં આવે છે. પોલીસે યુવાનની ફરિયાદ ન સ્વીકારતાં તેમણે સંસ્થાની મદદથી અદાલતનું શરણું લીધું છે. 11 તારીખે કોર્ટમાં સુનાવણથી થવાની છે ત્યાર બાદ કોર્ટ આગળ શું કરવું તેનો નિર્ણય લેશે.
શું છે મામલો
ઘટનાની વિગત એવી છે કે સુરતમાં રહેતા 38 વર્ષીય યુવાનના લગ્ન નજીકના ગામની યુવતી સાથે થયા હતા. લગ્નના 10 વર્ષના દાંપત્ય જીવનમાં ચાર વર્ષ અગાઉ પતિને પત્નીના ચરિત્ર અંગે શંકા ગઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતાં અનેક લોકો સાથેની વાતચીત મળી આવી હતી. પરિવાર દ્વારા સમગ્ર ઘટનામાં સમાધાનનો માર્ગ અપનાવી દાંપત્ય જીવન ટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી. આખરે યુવાન દ્વારા તપાસ કરાવતાં પત્નીના અગાઉ પણ એક લગ્ન થયા હોવાનું જાણા મળ્યું હતું. પત્નીના બીજા લગ્ન હોવાનું જાણવ થતાં યુવકે પોતાના 10 વર્ષના દાંપત્યમાં બે સંતાનો થયા હોવાથી તેમના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા. જે અંગે એક સંતાન તેમનું ન હોવાનું સામે આવ્યું હતું. જેથી તેણે પત્નિ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાનો નિર્ધાર કર્યો હતો.