શોધખોળ કરો

Crime: અનૈતિક સંબંધોનું લોહીયાળ પરિણામ, પત્નીએ પ્રેમી સાથે મળી પાવડાના ઘા અને ગળે ટૂંપો દઈ પતિને પતાવી દીધો

Crime News: ખારોલના તળાવમાંથી મળેલ મૃતદેહની ઓળખ બાદ ખૂલ્યું હત્યાનું રહસ્ય, પ્રેમ સંબંધમાં પતિની હત્યા કરનાર પત્ની સહિત પાંચ આરોપીઓની ધરપકડ.

Shocking murder in Mahisagar: મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ મથક વિસ્તારના ખારોલ ગામે તળાવમાંથી મળી આવેલ મૃતદેહ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના પ્રભાતભાઈ બારીયાનો મૃતદેહ હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકની પત્ની દક્ષાબેન અને તેના પ્રેમી રામુ ગુપ્તા તેમજ અન્ય ત્રણ આરોપીઓએ મળીને પાવડાના ઘા ઝીંકી અને ગળે ટૂંપો દઈ પ્રભાતભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કોઠંબા પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. નિષ્ઠુર પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ખારોલ ગામે તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના પ્રભાતભાઈ બારીયાનો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે દક્ષાબેનને રામુ ગુપ્તા સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રભાતભાઈ તેમના સંબંધમાં આડખીલી રૂપ હતા. તેથી દક્ષા અને રામુએ પ્રભાતને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. રામુએ અમદાવાદમાં કામ કરતા ગણપતભાઈ નાનાભાઈ પટેલિયાને ₹50,000ની લાલચ આપી હત્યામાં સામેલ કર્યા હતા. ગણપતે તેના ગામના અશ્વિનકુમાર ગલાભાઈ પટેલિયા અને ગોપાલ કુમાર પટેલિયાનો સંપર્ક કરી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો.

આરોપીઓએ પ્રભાતભાઈને ફોસલાવીને ખારોલ ગામની સીમમાં લાવ્યા હતા અને ત્યાં પાવડાના ઘા ઝીંકી અને ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી હતી. ૨૬ તારીખે ગામના સરપંચને લાશ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પ્રભાતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને ગળે ટૂંપો દેવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લામાં અનૈતિક સંબંધોનો આ કરુણ અંજામ આવ્યો છે.

પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છે.

આ પણ વાંચો....

ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજા, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે લગાવ્યો પ્રતિબંધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget