લગ્ન બાદ પતિએ જીન્સ પહેરવાની ના પાડી તો, ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિની હત્યા કરી
જામતારા જિલ્લાના ગોપાલપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ તેના પતિની નાની અમથી વાતમાં જ હત્યા કરી હતી.
ઝારખંડ: જામતારા જિલ્લાના ગોપાલપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ તેના પતિની નાની અમથી વાતમાં જ હત્યા કરી હતી. પતિએ તેની પત્નીને જીન્સ પહેરવાની ના પાડી હતી. જે વાતનું ખોટું લાગી જતાં ક્રોધે ભરાયેલી પત્નીએ તેના પતિની હત્યા કરી હતી.
જીન્સ પહેરીને મેળામાં ગઈ પત્નીઃ
મળતી માહિતી પ્રમાણે આંદોલન ટુડૂના લગ્ન 2 મહિના પહેલાં પુષ્પા હેબ્રેમ સાથે થયા હતા. આ દરમિયાન આંદોલનની પત્ની પુષ્પા જીન્સ પહેરીને મેળો જોવા માટે ગોપાલપુર ગામ પહોંચી હતી. જ્યારે તે પરત ફરી તો તેના પતિએ તેને ઠપકો આપ્યો હતો કે, જીન્સ પહેરીને મેળો જોવા ન જઇશ. પતિએ આપેલા ઠપકાથી પુષ્પા ગુસ્સે થઈ હતી અને પતિ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પતિ આંદોલન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પતિએ દમ તોડ્યોઃ
ગંભીર હાલમાં આંદોલનને સારવાર માટે તેના પરિવારજનો ધનબાદ PMCH ખાતે લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલ સુધી પહોંચતા મોડું થઈ ગયું હતું અને આંદોલન ટૂડૂએ દમ તોડી દીધો હતો. આ ઘટના અંગે સૂચના મળ્યા પછી પોલીસે તપાસ કરી છે. આ દરમિયાન મૃતક આંદોલન ટૂડૂના પિતા કર્નેશ્વર ટૂડૂનું કહેવું છે કે, જીન્સ પહેરવાને લઇને પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો. જે પછી પત્નીએ ચપ્પુ મારી તેના પતિની હત્યા કરી દીધી હતી. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે.
આ પણ વાંચોઃ