Patan : યુવકે યુવતી પર કરી દીધો હુમલો, લોહીલૂહાણ હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી
રાધનપુરના શેરગઠ ગામે યુવતી પર જીવલેણ હુમલો થતાં આખા ગામમાં હાહાકાર મચી ગયો છે. યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. યુવતી ગંભીર રીતે ઘાયલ થતા રાધનપુર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
![Patan : યુવકે યુવતી પર કરી દીધો હુમલો, લોહીલૂહાણ હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી Patan : A man attack on girl in Radhanpur, girl shifted hospital Patan : યુવકે યુવતી પર કરી દીધો હુમલો, લોહીલૂહાણ હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/01aa58c338605f348053078aaf01ad29_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાટણઃ રાધનપુરના શેરગઠ ગામે યુવતી પર જીવલેણ હુમલો થતાં આખા ગામમાં હાહાકાર મચી ગયો છે. એક યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. યુવતી ગંભીર રીતે ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા રાધનપુર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાધનપુર પોલીસે સમગ્ર ઘટના બાબતે તપાસ શરૂ કરી છે. હાલ કોઈ કારણ પોલીસ કહેતી નથી.
મળતી વિગતો પ્રમાણે, અત્યારે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ પછી વધુ વિગતો સામે આવશે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલાની ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા તેમજ યુવતીને 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ગુજરાતમાં એક જ દિવસમાં બે-બે સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, જાણો સંપૂર્ણ વિગત
સુરતઃ ગુજરાતમાં આજે એક જ દિવસમાં સગીરા પર દુષ્કર્મની બે-બે ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવેલ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી 15 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ડુમા ગામ પાસે ડુંગરમાં લઈ જઈ બદકામ કર્યું. છેલ્લા બે વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચાર્યાનો આક્ષેપ થયો છે. સગીરાની માતાએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે, આરોપી ફરાર થઈ ગયા છે.
સુરતઃ ડિંડોલીમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એસએમસીના બંધ આવાસમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની. 3 યુવકોએ આચર્યુ દુષ્કર્મ. ડિંડોલી પોલીસ મથકમાં નોધાઈ પોલીસ ફરિયાદ. કિશોરી આ ત્રણ નરાધમના ચૂંગલમાંથી છુટી ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)