શોધખોળ કરો

લગ્નમાંથી બાળકનું અપહરણ, 36 કલાક બાદ ઝાડીઓમાંથી મળ્યું, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ઉમરગામના ભીલાડમાં 23 ડિસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાને ત્યાં મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલું એક બાળક ગુમ થયું હતું.

વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામના ભીલાડમાં 23 ડિસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાને ત્યાં મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલું એક બાળક ગુમ થયું હતું. જમણવાર બાદ  બાળક નહીં મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ક્યાંય પતો ન લાગતા આખરે પરિવારજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. બાળકનું અપહરણ કરનાર આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારુક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામો હતો. બાળક હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જિલ્લા પોલીસની 8થી વધુ ટીમો સર્ચ  ઓપરેશનમાં લાગી

આ બનાવની જાણ થતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો અને વલસાડ જિલ્લા પોલીસવડા  કરણરાજ વાઘેલાની આગેવાનીમાં જિલ્લા પોલીસની 8થી વધુ ટીમો સર્ચ  ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દમણ ગંગા નદી કિનારે શોધખોળ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનમાં  ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી. આખરે આ બાળક એક ઝાડીમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યું હતું. 

36 કલાક સુધી ચલાવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બાળક મળી આવ્યું

મામાના મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલા બાળકના અપહરણ બાદ પોલીસે 36 કલાક સુધી ચલાવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન બાળક હેમખેમ મળી આવતા પોલીસે અને પરિવારજનો એ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે બાળકની તબિયત જોતા તાત્કાલિક તેને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. માતા પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ બાળક  સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતું અને લગ્નના જમણવાર દરમિયાન સગા સબંધીઓની હાજરીમાં  જ તેનું અપહરણ થવાને કારણે અનેક રહસ્યો સર્જાયા હતા.  આરોપી સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને લગ્ન પ્રસંગમાં આવેલા અન્ય સગા સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી.

70થી વધુ ઘરોમાં તપાસ કરી 

આસપાસના 70થી વધુ ઘરોમાં તપાસ કરતા  અંતે પોલીસે આ બાળકના અપહરણમાં શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારૂખખાન નામના આરોપી સહિત અન્ય બે આરોપીઓની પણ  સંડોવણી બહાર આવતા પોલીસે  મુંબઈથી ઉમેર ઉર્ફે મોનું જુબેર ખાન અને મહંમદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. અપહરણનો માસ્ટરમાઈન્ડ શાહબાઝ ખાન ઉર્ફે સોનું ફારુક ખાનની પણ  ઉત્તર પ્રદેશના આગ્રા  મથુરા નજીકથી ઝડપી પાડ્યો હતો. 

મામાએ જ બનાવ્યો ભાણેજના અપહરણનો પ્લાન

વલસાડ જિલ્લા પોલીસે અપહરણના ત્રણે આરોપીઓની ધરપકડ કરી તેમની આગવી ઢબે પૂછપરછ કરતા સનસનીખેજ હકીકત સામે આવી હતી. જે મુજબ આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારુક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામો હતો.  મામાએ જ સાઉદી અરેબિયાથી લગ્ન માણવા આવેલા આ બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માંગવાના ઇરાદે તેના મુંબઈના બે સાગરીતો સાથે મળી અને ભાણેજના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. 

લાખોની ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હતો

પ્લાન મુજબ આરોપીઓએ લગ્ન પ્રસંગમાંથી જ બાળકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને બેહોશ કરી અને બાળકના પિતા પાસેથી લાખોની ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે બાળકનું ગળું દબાવતા બાળક બેહોશ થઈ ગયું હતું. આથી બાળક મરી ગયું હોવાનું માની આરોપીઓ બાળકને વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઝાડીયોમાં ફેંકી અને ફરાર થઈ ગયા હતા. જોકે બીજા દિવસે એક ભંગારવાળા ફેરિયાને નેશનલ હાઈવે પરથી એક ફોન મળી આવ્યો.  જે અપહરણ થયેલા બાળકના દાદીનો હતો. જ્યારે બાળકનું અપહરણ થયું ત્યારે બાળક દાદીનો ફોન લઈ અને ગેમ રમી રહ્યો હતો. ત્યારે આરોપીઓએ બાળકને ફેકવાની સાથે આ ફોન પણ ત્યાં ફેંકી દીધો હતો. જોકે ભંગાર વાળા ફેરીયાને મળતા પોલીસે ફોનને સર્વેલન્સમાં રાખ્યો હોવાથી આ ભંગરવાળાની પૂછપરછના આધારે પોલીસે વાપી નજીક ઝાડીઓમાં  સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  36 કલાકના સર્ચ ઓપરેશન બાદ બાળક મળી આવ્યું હતું. આમ કૌટુંબીક મામાએ જ ભાણેજના પિતા પાસેથી મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. 

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget