![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
42 વર્ષના Zomato ડિલીવરી બૉયે 19 વર્ષની છોકરીને બળજબરીપૂર્વક કરી કિસ, કહ્યુ- અંકલ છું તારો
આ અંગે કોંઢવા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે તે એન્જિનિયરીંગને અભ્યાસ કરી રહી છે
![42 વર્ષના Zomato ડિલીવરી બૉયે 19 વર્ષની છોકરીને બળજબરીપૂર્વક કરી કિસ, કહ્યુ- અંકલ છું તારો Pune: Zomato Delivery Boy Arrested For Molesting Girl 42 વર્ષના Zomato ડિલીવરી બૉયે 19 વર્ષની છોકરીને બળજબરીપૂર્વક કરી કિસ, કહ્યુ- અંકલ છું તારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/7811c86f09bf1ac18eda6073dcf4e890166364071775274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. 42 વર્ષના ઝોમેટો ડિલિવરી બૉયે 19 વર્ષની છોકરીને બળજબરીપૂર્વક કિસ કરી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડિલિવરી બોયની ધરપકડ કરી હતી. મામલો યેવલેવાડી વિસ્તારની એક સોસાયટીનો છે.
આ અંગે કોંઢવા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે તે એન્જિનિયરીંગને અભ્યાસ કરી રહી છે. કોંઢવાની એક કોલેજમાં અભ્યાસ કરે છે. 17 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 9:30 વાગ્યે તેણે Zomato પરથી ફૂડનો ઓર્ડર કર્યો હતો. ડિલિવરી બોય ઓર્ડર લઇને એપાર્ટમેન્ટ પર પહોંચ્યો ત્યારે તેણે પાણી પીવા માંગ્યુ હતું.
યુવતીએ જણાવ્યું કે તે પાણી લઇને આવી કે ડિલીવરી બોય તેના પરિવાર અંગે પૂછવા લાગ્યો હતો. જ્યારે યુવતીએ જણાવ્યું કે તે તેના બે મિત્રો સાથે ફ્લેટમાં રહે છે. જ્યારે તે મિત્રો તે સમયે પોતપોતાના ઘરે ગયા હતા. ડિલિવરી બોયને ખબર પડી કે આ સમયે છોકરી એકલી છે, તેણે છોકરી પાસે પાણીનો બીજો ગ્લાસ માંગ્યો હતો.
પરંતુ આ વખતે જેવી છોકરી પાણી લેવા માટે ગઇ કે તરત જ Zomato બોયએ તેને પાછળથી પકડી લીધી અને તેના ગાલ પર બે વાર કિસ કરી હતી. કિસ કર્યા બાદ ઝોમેટો બોય ત્યાંથી ભાગી ગયો હતો. જતા જતા તેણે એમ પણ કહ્યુ હતું કે હું તારા અંકલ જેવો છું. જો તેણીને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તે નિઃસંકોચ તેની સાથે વાત કરી શકે છે.
પરંતુ ગયા બાદ ડિલીવરી બૉય યુવતીને વોટ્સએપ નંબર પર મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. પીડિતાએ જણાવ્યું કે પહેલા તે ફરિયાદ કરતા અચકાતી હતી. પરંતુ જ્યારે ડિલીવરી બોયે તેને વોટ્સએપ પર મેસેજ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે કોંઢવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે પોલીસ ઈન્સ્પેક્ટર સરદાર પાટીલે કહ્યું કે યુવતીની ફરિયાદ પર કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. હજુ વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ
VS HOSPITAL: વી.એસ. હોસ્પિટલમાં મળતી મફત સારવારને લઈને AMCએ કોર્ટમા આપ્યું મહત્વનું નિવેદન
Video: પાકિસ્તાની યુવકે ચાલુ ફ્લાઈટે બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો, યાત્રીઓના શ્વાસ થંભી ગયા
SAT20 League: સાઉથ આફ્રીકા ક્રિકેટ લીગની હરાજીમાં છવાઈ SRHની CEO કાવ્યા મારન, ફોટો વાયરલ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)