Crime News: પતિ વિદેશ હોવાથી યુવતીએ અન્ય યુવક સાથે બાંધ્યા શરીર સંબંધ, સાસુ-સસરા પૂત્રવધૂને શરીર સુખ માણતાં જોઈ ગયાં ને.......
Crime News: મહિલાનો પતિ વિદેશમાં રહે છે અને બંનેના લગ્ન લગભગ એક વર્ષ પહેલા જ થયા હતા. હાલ હત્યાના બંને આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે.
Crime News: પંજાબના હોશિયારપુરથી એક મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને સાસુ-સસરાની નિર્દયતાથી હત્યા કરી હતી. મૃતકો ભૂતપૂર્વ સૈન્ય કર્મચારી હતા. મહિલાનો પતિ વિદેશમાં રહે છે અને બંનેના લગ્ન લગભગ એક વર્ષ પહેલા જ થયા હતા. હાલ હત્યાના બંને આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે.
હત્યા કર્યા બાદ મૃતદેહોનું શું કર્યું
પુત્રવધૂએ તેના પ્રેમી સાથે મળીને હોશિયારપુર જિલ્લા નજીકના જાજા ગામમાં 56 વર્ષીય ભૂતપૂર્વ સૈનિક અને તેની પત્નીની કથિત રીતે હત્યા કરી અને તેમના મૃતદેહને સળગાવી દીધા. ટાંડાના નાયબ પોલીસ અધિક્ષક રાજકુમારે જણાવ્યું હતું કે પૂર્વ સૈન્ય કર્મચારી મનજીત સિંહ અને તેમની પત્ની ગુરમીત કૌરના આંશિક રીતે બળેલા મૃતદેહો શનિવારે રાત્રે જાઝામાં તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યા હતા.
સાસુ-સસરાએ પુત્રને કહ્યું........
મૃતકના પુત્ર રવિન્દર સિંહે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રવિન્દર કામ કરવા પોર્ટુગલ ગયો હતો. જુલાઈમાં રવિન્દર ભારત આવ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની મનદીપ કૌર મોબાઈલ ફોન પર કોઈ અન્ય સાથે વાત કરતી રહે છે. આ પછી રવિન્દર સિંહ તેની પત્નીનો મોબાઈલ લઈને પોર્ટુગલ ગયો હતો. સાસુ-સસરાએ પુત્રવધુને કોઈ સાથે અફેર હોવાનું જણાવ્યા બાદ તે ગયા મહિને ઘરે પાછો ફર્યો હતો.
પ્રેમિકાએ પ્રેમીને ફોન કરીને બોલાવ્યો ને.....
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મનદીપ કૌરને ખબર હતી કે તેનો પતિ શનિવારે ગુરદાસપુર ગયો હતો. આ પછી તેણે તેના પ્રેમી જસમીત સિંહને બોલાવ્યો અને તેણે ગુરમીત કૌરનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને મનજીત સિંહની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી. પોલીસે હત્યાના આરોપમાં મનદીપ અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.