શોધખોળ કરો

રાજા રઘુવંશી હત્યાકાંડના ચારેય આરોપીઓએ કબૂલ્યો ગુનો, સોનમની સામે થઇ હતી પતિની હત્યા

Raja Raghuvanshi Murder Case: પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યું કે તેઓએ રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને હત્યા પછી તેઓએ તેનો મૃતદેહ ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો

Raja Raghuvanshi Murder Case:  રાજા રઘુવંશીની હત્યાના ચારેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યું કે તેઓએ રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને હત્યા પછી તેઓએ તેનો મૃતદેહ ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની આ કબૂલાતની પુષ્ટી કરી છે, જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી અને કાવતરાખોર તરીકે ગણવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, રાજા પર પહેલો હુમલો વિશાલ ઉર્ફે વિકી ઠાકુરે કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ પહેલા ઇન્દોરથી ટ્રેન દ્વારા ગુવાહાટી ગયા હતા અને ત્યાંથી શિલોંગ પહોંચ્યા હતા. ઇન્દોરથી સીધી ટ્રેન ન હોવાથી તેમને મેઘાલય પહોંચવા માટે ઘણી ટ્રેનો બદલવી પડી હતી.

રાજ કુશવાહા ઇન્દોરથી માર્ગદર્શન આપી રહ્યો હતો

રાજ કુશવાહા આટલા સમય દરમિયાન ઇન્દોરમાં હતા પરંતુ તેણે વિશાલ, આકાશ અને આનંદ નામના ત્રણ આરોપીઓને મેઘાલયમાં ખર્ચ માટે લગભગ 40-50 હજાર રૂપિયા આપ્યા હતા. હત્યા સમયે સોનમ રઘુવંશી પણ ત્યાં હાજર હતી. આરોપીએ કહ્યું હતું કે સોનમ તેના પતિ રાજાને મરતા જોઈ રહી હતી. આ પછી આરોપીઓએ રાજાના મૃતદેહને ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો.

ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના એસીપી પૂનમ ચંદ યાદવે જણાવ્યું હતું કે સોનમ ઇન્દોર પરત ફરી છે કે નહીં તે ફક્ત મેઘાલય પોલીસ જ પુષ્ટી કરી શકશે. તેમણે કહ્યું કે ઇન્દોર પોલીસને હજુ સુધી આ સંદર્ભમાં કોઈ તથ્ય મળ્યું નથી. હત્યા કરતી વખતે આરોપી વિશાલે જે કપડાં પહેર્યા હતા તે વિશાલના ઘરેથી મળી આવ્યા છે. આ કપડાં ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. જેથી ખાતરી થઈ શકે કે લોહીના ડાઘ રાજાના છે કે નહીં.

સોનમને ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી હતી

સોમવારે સવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, તેણીએ જણાવ્યું હતું કે તેણીએ મદદ માટે એક ઢાબા માલિકનો સંપર્ક કર્યો હતો. તેણીએ દાવો કર્યો હતો કે તેણીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી અને તેણીને યાદ નથી કે તે ગાઝીપુર કેવી રીતે પહોંચી.

રાજા હનિમૂન માટે મેઘાલય ગયો હતો

ઇન્દોરનો રહેવાસી રાજા રઘુવંશીએ હત્યાના 12 દિવસ પહેલા સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. તેઓ હનિમૂન માટે મેઘાલય ગયા હતા. આ પછી 23 મેના રોજ તેઓ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતા, જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ થયું હતું. 2 જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Embed widget