શોધખોળ કરો

Rajkot : પત્ની પ્રેમી સાથે એકાંત માણી રહી હતી અને અચાનક આવી ગયો પતિ, પછી તો....

શહેરમાં ગઈકાલે રાતે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ નંદનવન સોસાયટી નજીક હત્યાનો બનાવ બન્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી.

રાજકોટઃ શહેરમાં ગઈકાલે રાતે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ નંદનવન સોસાયટી નજીક હત્યાનો બનાવ બન્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. 3 જેટલા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી. પત્ની નેન્સી પ્રેમી અખ્તર સાથે બેઠી હતી અને અચાનક પતિ આવી જતાં બબાલ થઈ ગઈ હતી. આ બબાલમાં પતિએ અખ્તરની હત્યા કરી નાંખી હતી. યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હત્યારા પતિને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, અખ્તર અને નેન્સી એકાંત માણી રહ્યા હતા. આ જ સમયે પતિ હુસેન આવી ગયો હતો અને મિત્રને પોતાની પત્ની સાથે જોઇ જતાં ઉશ્કેરાઇ ગયા હતો. તેમજ મિત્ર અખ્તરની હત્યા કરી નાંખી હતી. છરીના ત્રણ જેટલા ઘા મારીને હત્યા કરી નાંખી હતી. વધુ વિગતો એવી પણ મળી રહી છે કે, હુસેન અને નેન્સીએ પ્રેમ લગ્ન કરેલા છે. 

પત્નીના મિત્ર સાથે જ અનૈતિક સંબંધ અંગે ખબર પડી જતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના જ મિત્ર અખ્તરની હત્યા કરી નાંખી હતી. 

નવસારીઃ ખેરગામ તાલુકાના નારણપોર ગામે ખૂદ પિતાએ પુત્રની હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો છે. નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગણેશ નામના યુવકની તેના જ પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી છે. વહેલી સવારમાં પુત્ર સુતો હતો એ સમયે માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. 

આશરે 20 થી 21 વર્ષના પુત્રની હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ખેરગામ પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે. પોલીસે પિતાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પિતાએ પુત્રની હત્યા કયા કારણોસર કરી એ અકબંધ છે. 

Crime News : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરી લૂંટની ઘટના, 4 લૂંટારૂઓએ કારને રોકી 15 લાખની લૂંટ કરી

Ahmedabad : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લૂંટારુઓને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય એમ એક બાદ એક લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ઓઢવ વિસ્તારમાં પીએમ આંગડિયા પેઢીની લાખો રૂપિયાની લૂંટની ઘટના હજી તાજી છે, ત્યાં ઓઢવ વિસ્તારમાં બીજી લાખો રૂપિયાની લૂંટની ઘટના ઘટી છે. 

ઓઢવમાં 15 લાખની લૂંટ 
ઓઢવ વિસ્તારમાં જાણે લૂંટારુઓને મોકળું મેદાન માળો ગયું હોય એમ 10 દિવસના ટૂંકા ગાળામાં લખો રૂપિયાની લૂંટની બે-બે ઘટનાઓ ઘટી છે. મળતી માહિતી મુજબ આજે 27 જૂને ઓઢવમાં લૂંટારુઓએ 15 લાખ રૂપિયાની લૂંટ કરી છે. આ લૂંટની ઘટનામાં 4 આરોપીઓ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં 2 લૂંટારુઓએ એક કારને રોકી હતી અને અન્ય બે લૂંટારુઓ કારચાલકના 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. 

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં ગત 17 જૂને ધોળા દિવસે 53 લાખ રૂપિયાની લૂંટ થઇ હતી. પીએમ આંગડીયા પેઢીમાં ઘુસી લૂંટારુઓએ ચપ્પુ અને બંદૂકના જોરે રૂપિયા 53 લાખની લૂંટ કરી હતી. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી  છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 17 જૂને પીએમ આંગડિયા પેઢીના 53 લાખની લૂંટના પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીએમ આંગડિયા પેઢીમાં લૂંટ કરનાર ચાર ઇસમોની કારતુસ અને રૂપિયા રૂ.19,32,850 સાથે ધરપકડ કરી છે. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બાડમેર અને ઝાલોર જિલ્લામાંથી ઝડપી પાડયા છે. 

53 લાખની લૂંટના આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચનેમોટી સફળતા મળી છે.ક્રાઈમ બ્રાંચે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.  આરોપીઓને ઝડપ્યા બાદ તેમની પાસેથી લૂંટનો લાખો રૂપિયા કબ્જે કર્યા છે. 
 
About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Embed widget