Crime News: વડોદરામાં સરનામું પૂછવાના બહાને આ વિદ્યાર્થી છોકરીઓને બતાવે છે પોર્ન વીડિયો
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં એક વિકૃત માનસિકતા ધરાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે ફતેહગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં એક વિકૃત માનસિકતા ધરાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર છોકરીઓને સરનામું પૂછવાના બહાને એક વિદ્યાર્થી પોર્ન વીડિયો બતાવતો હતો. ત્યાર બાદ છોકરીઓની ફરિયાદને આધારે પોલીસે વિકૃત માનસીકતા ધરાવતા રોમિયોની ધરપકડ કરી છે. એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વિભત્સ વીડિયો બતાવતા રોમિયોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સોસીયલ વર્ક ફેકલ્ટીના ગેટ પાસે બની હતી. આ અંગે ફતેહગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસને આ અંગે ફરિયાદ મળતા જ એક્શનમાં આવી હતી અને આરોપી તુષાર ખત્રીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી તુષાર ખત્રીએ રોઝરી સ્કૂલથી નિઝામપુરાના રોડ પર યુવતીને વીડિયો બતાવ્યો હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં મોપેડનો નંબર આવતા યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદમાં ચાની કીટલી ચલાવતા વ્યક્તિએ કરી આત્મહત્યા
અમદાવાદ ચાની કીટલી ચલાવતા વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. તેમની આત્મહત્યા કરવા પાછળનું કારણ જોઈએ તો લોકો આ ચાની કીટલી પરથી ઉધારમાં ચા પીતા હતા. જેથી ચાની કિટલીના ચાલક રમેશ પરમારને પોતાનું ઘર અને દુકાન ચલાવવામાં આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે તેમણે પૈસા પણ વ્યાજે લીધેલા હતા. હવે આવી સ્થિતિમાં ઉધારના પૈસા ન મળતા વ્યાજે લીધેલા પૈસા પણ ચૂકવી શકતો નહતો. જેના કારણે તેમણે થલતેજની એ વન હોટલમાં જઈ આત્મહત્યા કરી લીધી હતી. રમેશ પરમારે આપઘાત કરતા પહેલાં શર્ટના ખિસ્સામાં ચિઠ્ઠી મૂકી હતી, જેમાં લોકોએ ઉધારી ના પૈસા ન આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો...