Shraddha Murder Caseમાં આફતાબનું મોટુ રાજ ખુલ્યું, પાણીના બિલને લઇને થયુ હતુ આ મોટુ કારનામુ, જાણો પોલીસ તપાસ વિશે
ખરેખરમાં, સુત્રોનુ માનીએ તો હત્યા બાદ ખુનને સાફ કરવા માટે આફતાબ વધુ પાણીનો ઉપયોગ કરતો હતો, આ જ કારણે પાણીનુ બિલ આવ્યુ છે
New Delhi: દિલ્હી પોલીસ (Delhi Police) ગુરુવારે આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરશે. પોલીસ તેની કસ્ટડી માંગશે, ધરપકડ બાદ સાકેટ કોર્ટે આફતાબને પાંચ દિવસની પોલી કસ્ટડીમાં મોકલી દીધો હતો. તેની કસ્ટડી આજે ખતમ થઇ રહી છે. પોલીસ આ મામલામાં હજુ સબૂતો એકઠા કરવાની કોશિશામં લાગી છે, આ ક્રમમાં પોલીસને ફ્લેટના પાડોશીઓમાંથી એક શખ્સ ખાસ મોટી જાણકારી આપી છે, આફતાબના ફ્લેટના ફ્લેટનુ લગભગ 300 રૂપિયાનું પાણીનુ બિલ બાકી છે.
પાડોશીઓએ પોલીસને શું બતાવ્યુ -
ખરેખરમાં, છતરપુર પહાડી વિસ્તારમાં મોટાભાગના લોકો એક બિલ્ડિંગમાં ફ્લૉર પર રેન્ટ પર રહે છે. દિલ્હીમાં 20 હજાર લીટર સુધી પાણીનુ બિલ દિલ્હી સરકાર તરફથી માફ ફ્રીમાં છે. આફતાબના ફ્લેટના ઉપર રહેનારા બે પાડોશીઓએ પોલીસને એ જાણકારી આપી હતી કે તમામ ફ્લૉરનુ પાણીનુ બિલ ઝીરો આવે છે, પરંતુ મકાન માલિક પાસેથી જાણવા મળ્યુ છે કે આફતાબના ફ્લેટનુ 300 રૂપિયા પાણીનુ બિલ બાકી છે.
ખરેખરમાં, સુત્રોનુ માનીએ તો હત્યા બાદ ખુનને સાફ કરવા માટે આફતાબ વધુ પાણીનો ઉપયોગ કરતો હતો, આ જ કારણે પાણીનુ બિલ આવ્યુ છે. પોલીસે પાડોશીઓને એ પણ જાણકારી આપી કે વારંવાર પાણીની ટાંકી જોવા ઉપર પણ જતો હતો.
રેન્ટ એગ્રીમેન્ટમાં પહેલુ કોનુ નામ છે -
પોલીસને એ પણ જાણકારી મળી છે કેતેને જે રેન્ટ એન્ગ્રીમેન્ટ લખાવ્યુ હતુ, મકાન માલિક અનુસાર તેને ખબર હતી કે આ મેરીડ નથી કોઇ બ્રૉકરે તેને મકાન અપાવ્યુ હતુ. આફતાબ દર મહિને 8 થી 10 તારીખની વચ્ચે 9000 રૂપિયા મકાન માલિકના એકાઉન્ટમાં નાંખી દેતો હતો, આ કડીમાં પાણીનુ બિલ પણ તપાસમાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. આજે કસ્ટડી વધાર્યા બાદ આ એન્ગલ પર પણ પોલીસ તપાસ કરી શકે છે.
તપાસ ક્યાં પહોંચી?
આ સિવાય પોલીસને તાજેતરના દિવસોની કેટલીક સીસીટીવી તસવીરો પણ મળી છે જેમાં આફતાબ દેખાઈ રહ્યો છે. આ ફૂટેજના આધારે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આફતાબ ક્યારે જતો હતો અને ક્યાં જતો હતો અને કોને મળતો હતો? આ સિવાય સૂત્રોએ જણાવ્યું હતું કે આફતાબે ગુરુગ્રામના એક કોલ સેન્ટરમાં નોકરી કરી હતી, જ્યાં તે 6-7 દિવસ સુધી ગયો ન હતો, જેના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આફતાબનો પરિવાર દિલ્હી પોલીસના સંપર્કમાં છે અને તે ક્યાંય ગાયબ થયો નથી અને જરૂર પડ્યે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.